Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -

રોમનોને પત્ર 6 - કોલી નવો કરાર

1 તઈ આપડે શું કેહુ? કૃપા વધારે થાય ઈ હાટુ શું આપડે પાપ કરતાં જ રેવું?

2 નય! કઈયેય નય! આપડે પાપની હાટુ મરી ગયા છયી અને એટલે આપડે પાપીલા કામ કરવાનું સાલું નો રાખવું જોયી.

3 શું આપડે જાણી છયી કે, આપડે બધાય જેટલાએ ઈસુ મસીહની હારે એકતામાં જઈ આપડે જળદીક્ષા લીધી તો આ એવુ હતું કે, જેમ આપડે મસીહની હારે મરી ગયા.

4 ઈ હાટુ જઈ આપડે જળદીક્ષા લીધી તો ઈ એવુ હતું કે, જેમ આપડે મસીહની હારે મરી ગયા અને એની હારે દાટીદેવામાં આવ્યા, જેથી જેમ મસીહ પરમેશ્વર બાપની મહિમા દ્વારા મરણમાંથી જીવતો કરવામા આવ્યો, એમ જ આપડે પણ એક નવુ જીવન જીવશુ.

5 જો આપડે જળદીક્ષા દ્વારા એના મોતમાં એની હારે એક થયા છયી, તો નક્કી એના મરેલામાંથી જીવતા ઉઠવા ઉપર એની હારે એક થય જાહુ.

6 આપડે જાણી છયી કે, આપડો જુનો પાપીલો સ્વભાવ મસીહ ઈસુની હારે વધસ્થંભ ઉપર સડાવામાં આવ્યું, જેથી આપડા દેહમાં પાપીલો સ્વભાવ નાશ થય જાય, અને આપડે આગળ પાપની ગુલામીમાં નો રેયી.

7 કેમ કે, જે મરણ પામેલો છે ઈ ન્યાયી ઠરીને પાપમાંથી છુટો થયો છે.

8 હવે જો મસીહ ઈસુની હારે આપડે મરી ગયા છયી, તો આપડો વિશ્વાસ છે કે, આપડે એની હારે જીવતા પણ રેહું.

9 કેમ કે, આપડે જાણી છયી કે, મસીહ મરણમાંથી જીવી ઉઠયો અને ઈ પાછો કોયદી નય મરે, મોતનો એની ઉપર હવે કોય અધિકાર નથી.

10 કેમ કે, મસીહ ઈ જે મરી ગયો તો પાપની હાટુ એક જ વાર મરી ગયો, પણ હવે જઈ ઈ જીવતો છે, તો પરમેશ્વરની સેવા કરવા હાટુ જીવે છે.

11 એવી રીતે તમે પણ પોતાના પાપની તાકાતને મરેલી હમજો, પણ પરમેશ્વરની હાટુ મસીહ ઈસુમાં તમે પરમેશ્વરની સેવા કરવા હાટુ જીવો છો.

12 પાપને તમારા નાશવંત દેહમાં રાજ્ય કરવા દયને તમારા દેહની ભુંડી ઈચ્છાઓને આધીન નો થાવ.

13 અને તમારા દેહના અંગોને અન્યાયની વસ્તુ થાવા હાટુ પાપને નો હોપો, પણ મરણમાંથી જીવતા થયેલા જેવા તમે પોતાને પરમેશ્વરને હોપો અને તમારા દેહના અંગોને ન્યાયીપણાની વસ્તુ થાવા હાટુ પરમેશ્વરને હોપો.

14 તઈ તમારી ઉપર પાપની તાકાતનો અધિકાર નય હોય કેમ કે, તમે નિયમશાસ્ત્રને આધીન નથી પણ પરમેશ્વરની કૃપાને આધીન જીવો છો.


ન્યાયીપણાને આધીન

15 તો શું આપડે શાસ્ત્રને નય, પણ પરમેશ્વરની કૃપાને આધીન છયી, ઈ હાટુ શું આપડે પાપ કરતુ રેવું? ના કોયદી નય.

16 તમે જાણો છો કે, આજ્ઞા પાળવા હાટુ તમે પસંદગી કરી હકો છો, એટલે જેની આજ્ઞા તમે પાળો છો એના સેવક તમે છો; ગમે તો મરણને અરથે પાપના, અને ન્યાયીપણાને અરથે આજ્ઞા પાલન.

17 પરમેશ્વરનો આભાર માનો કેમ કે, તમે એક વખતે પાપના ગુલામ હતાં, પણ હવે તમને આપવામાં આવેલુ શિક્ષણ તમે પુરા હૃદયથી સ્વીકારયું છે.

18 અને પરમેશ્વરે તમને પાપની તાકાતમાંથી છોડાવ્યા છે, તમે પરમેશ્વરનાં સેવક થય ગયા, જેથી ઈ કરો જે હાસુ છે.

19 હું દરોજના જીવનમાંથી એક દાખલાનો ઉપયોગ કરીને કવ છું જેવી રીતે તમે પોતાના દેહના અંગોને અશુદ્તા અને પાપી કામોના ગુલામ કરીને હોપી દીધા હતાં, એવી જ રીતે હવે પોતાના અંગોને પવિત્રતાની હાટુ ન્યાયી જીવન જીવવા હાટુ હોપી દયો.

20 જઈ તમે પાપના ગુલામ હતાં, તઈ તમે ઈ કરવામા લાયક નોતા જે હાસુ છે.

21 પોતાના જુના જીવનથી તમને શું લાભ થ્યો? તમે એના કારણેથી ખાલી શરમાઓ છો. કેમ કે, ઈ કામોનું પરિણામ મોત છે.

22 પણ હવે પાપથી મુક્ત થયને અને પરમેશ્વરનાં સેવક બનીને હવે તમે એવા કામો કરો છો જે પવિત્રતાની બાજુ લય જાય છે, અને એનો અંત અનંતકાળનું જીવન મળે છે

23 કેમ કે, પાપનુ પરિણામ મરણ છે, પણ આપડા પરભુ ઈસુ મસીહથી પરમેશ્વરની કૃપા અનંતકાળનું જીવન છે.

Koli Wadiyara (કોલી) Bible by The Love Fellowship is licensed under Creative Commons Attribution-ShareAlike 4.0 License.

Beyond Translation
ကြှနျုပျတို့နောကျလိုကျပါ:



ကြော်ငြာတွေ