રોમનોને પત્ર 14 - કોલી નવો કરાર1 પણ જે કોય વિશ્વાસમા નબળો છે એની દલીલ વિષે ન્યાય કરયા વગર એને અપનાવો. 2 કેમ કે, એકને વિશ્વાસ છે કે, જે કાય પણ ખાવુ હારું છે, પણ જે માણસ વિશ્વાસમા નબળો છે, ઈ ખાલી શાક-બકાલું જ ખાય છે. 3 અને જે કોય બધીય વસ્તુ ખાય એને તુચ્છ નો ગણો, અને જે કોય બધીય વસ્તુ નથી ખાતો એનો ન્યાય કરવો નય; કેમ કે, જે બધુય ખાય છે અને જે બધુય નથી ખાતો, પરમેશ્વર બેયને અપનાવે છે. 4 કોયના ચાકરનો ન્યાય કરવાનો તને ક્યો અધિકાર છે? એને સાલું રાખવો કે એને કાઢી મુકવો ઈ બાબત એના શેઠને જોવાની છે, પરભુ એમ કરવાને શક્તિમાન છે, હાટુ ઈ ટકી રેહે. 5 કોયના મનમા અમુક દિવસ બીજા દીવસો કરતાં વધુ ખાસ છે. વળી, બીજા કેટલાકને મનમા બધાય દિવસો હરખા છે, દરેકને પોતાના મનમા પુરી ખાતરી કરી લેવી. 6 જે અમુક દિવસને જ ખાસ ગણે છે, ઈ પરભુની હાટુ ગણે છે, જે બધીય વસ્તુ ખાય છે, ઈ પરભુની હાટુ ખાય છે કેમ કે, ખોરાકની હાટુ ઈ પરમેશ્વરનો આભાર માંને છે, જે અમુક ખોરાક ખાવાની ના પાડે છે, ઈ પરભુની હાટુ એમ કરે છે, અને ઈ પરમેશ્વરનો આભાર માંને છે. 7 આપડામાંથી કોય પોતાની હાટુ જીવતો નથી કે, પોતાની હાટુ મરતો નથી. 8 કેમ કે, જો આપડે જીવતા છયી, તો પરભુની હાટુ જીવી છયી, અને જો મરી છયી, તો પરભુની હાટુ મરી છયી, પાછા મરી કે, જીવી આપડે પરભુના જ છયી. 9 કેમ કે, મસીહ એટલે મરયો અને મરેલામાંથી પાછો જીવતો થય ગયો કે, આ ઈ જ છે જેને જીવતા અને મરેલા લોકો પરભુને માનવા જોયી. 10 તો તારા ભાઈનો ન્યાય તું હુકામ કરશો? કા, તું તારા ભાઈનો નકાર હુકામ કરશો? આપડે બધાયે પરમેશ્વરનાં ન્યાયાસન હામે ઉભા રેવાનું છે. 11 એવુ લખેલુ છે કે, પરભુ કેય છે કે, મારા જીવના હમ કે, દરેક ગુઠણ મારી આગળ નમશે, અને દરેક જીભ પરમેશ્વરને કબુલ કરશે. 12 તો પછી, આપડામાંથી દરેકને પોતપોતાના કામોનો હિસાબ પોતાએ પરમેશ્વરને આપવો પડશે. 13 આપડે એક-બીજાનો ન્યાય કરવાનું બંધ કરી. એને બદલે એવો નિર્ણય કરી કે, આપડે આપડા વિશ્વાસી ભાઈને ઠોકરરૂપ થાયી નય, અને ઈ પાપમાં પડે એવુ કોય કામ કરી નય. 14 હું જાણુ છું અને પરભુ ઈસુ તરફથી મને પુરી ખાતરી થય છે કે, કોય પણ ખાવાની વસ્તુ જાતે અશુદ્ધ નથી, જો કોય માણસ એમ માંને કે, અમુક ખાવાની વસ્તુ અશુદ્ધ છે, તો ઈ ખાવાની વસ્તુ એની હાટુ અશુદ્ધ બની જાય છે. 15 જો તારા ખોરાકની લીધે તારા ભાઈને તકલીફ થાય છે, તો ઈ બાબતમાં તું પ્રેમ પરમાણે વરતતો નથી. જેની હાટુ મસીહ મરણ પામ્યો એનો નાશ તું તારા ખોરાકથી નો કર. 16 તમે જેને હારું ગણો છો, એનુ ભુંડું બોલાય એવુ થાવા નો દયો. 17 પરમેશ્વરનાં રાજમાં, ખાવું પીવું મહત્વનું નથી, મહત્વની વાતો ઈ છે કે, પરમેશ્વરની હારે હારું જીવન જીવવું, પવિત્ર આત્મામાં શાંતિ અને આનંદ મળે છે જે પવિત્ર આત્મા આપે છે. 18 જે કોય આ રીતેથી મસીહની સેવા કરે છે, ઈ પરમેશ્વરને અપનાવવા લાયક છે અને લોકોની નજરમાં હારું છે. 19 એટલે આપડે ઈ વાતોનો પ્રયત્ન કરી, ઈ હાટુ આપડે સદાય ઈ જ કરવાની કોશિશ કરવી જોયી જે શાંતિનું કારણ બને છે, અને એક-બીજાનો વિશ્વાસી લોકોનો વિશ્વાસ વધું મજબુત કરી. 20 તમારુ કાક ખાવાની વસ્તુઓને ખાવાના કારણે પરમેશ્વરનું કામ નો બગાડે, બધુય હારુ તો છે, પણ ઈ હારુ નથી જઈ તમે ઈ વસ્તુ ખાવ છો, એના કારણે તમે બીજાની હાટુ એક ઠોકરનું કારણ બની જાવ છો. 21 હારું તો ઈ છે કે, માંસ નો ખાવું, દ્રાક્ષારસ નો પીવો, અને કાય એવુ નો કરવુ, જેનાથી તારો ભાઈ પાપમાં પડે. 22 જે વિશ્વાસ તને છે ઈ તારા પોતાના પરમેશ્વરની હામે રાખ. પોતાને જે વ્યાજબી લાગે છે, ઈ બાબતમાં જે પોતાને ગુનેગાર માનતો નથી ઈ આશીર્વાદિત છે. 23 પણ જેને જેની વિષે શંકા રે છે; ઈ જો ઈ ખાય છે તો ઈ અપરાધી ઠરે છે, કેમ કે, ઈ વિશ્વાસથી ખાતો નથી; અને જે વિશ્વાસથી નથી ઈ બધુય તો પાપ છે. |
Koli Wadiyara (કોલી) Bible by The Love Fellowship is licensed under Creative Commons Attribution-ShareAlike 4.0 License.
Beyond Translation