પ્રકટીકરણ 10 - કોલી નવો કરારસ્વર્ગદુત અને નાની સોપડી 1 પછી મે એકબીજા બળવાન સ્વર્ગદુતને, વાદળાથી ઘેરાયેલો સ્વર્ગથી ઉતરતા જોયો અને એક મેઘધનુષ એના માથાની સ્યારેય બાજુ હતો અને એનુ મોઢુ સુરજની જેવું સમકતું હતું અને એના પગ હળગતા થાંભલાની જેવા હતાં, 2 એનો જમણો પગ દરીયા ઉપર રાખવામાં આવ્યો, અને એનો ડાબો પગ જમીન ઉપર રાખીને ઉભોતો એના હાથમાં એક નાની સોપડી હતી જે ખુલેલી હતી. 3 ઈ સ્વર્ગદુત જોરથી બોલ્યો અને એનો અવાજ સિંહની ગર્જના જેવો હતો, જઈ એણે રાડ નાખી, તો હાત ગર્જના એના પોતાના અવાજો હારે બોલ્યાં. જે ગડગડાહટના અવાજ જેવો હતો. 4 ઈ હાતેય ગર્જના નો અવાજ હંભળાય ગયો, તઈ હું લખવા હાટુ તૈયાર હતો, પણ મે સ્વર્ગથી આ અવાજ હાંભળ્યો કે, “જે ગર્જનાએ કીધું છે એને ગુપ્ત રાખ અને આ વાતુંને લખતો નય.” 5 પછી મે જે સ્વર્ગદુતને દરીયા ઉપર અને પૃથ્વી ઉપર ઉભેલો જોયો હતો, એણે પોતાનો જમણો હાથ સ્વર્ગ બાજુ ઉસો કરયો. 6 અને એના હમ ખાયને યુગે-યુગ હુધી જીવતો છે જેણે આભ, પૃથ્વી, અને દરીયો અને એમા બધુય બનાવ્યું છે એના હમ ખાયને, એણે કીધું કે, “હવે કોય પણ વાત હાટુ વધારે રાહ જોવી પડશે નય. હવે ઈ બધુય પુરું થય જાહે.” 7 પણ જઈ હાતમા સ્વર્ગદુતે સંદેશ આપવાના દિવસોમાં, જઈ ઈ રણશિંગડું વગાડવા ઉપર થાહે, તઈ પરમેશ્વરની ઈ યોજના પુરી થય જાહે જે એણે પોતાના આગમભાખીયાઓને બતાવી હતી જે એની સેવા કરતાં હતાં પણ બીજા લોકોને નોતી બતાવી. 8 તઈ મે પાછો ઈ અવાજ હાંભળો, જેણે સ્વર્ગથી મારી હારે વાત કરી હતી, અવાજે મને કીધું, “જા, ઈ સોપડીને લય લે જે સ્વર્ગદુતના હાથમાં ખુલેલી છે જે દરીયા ઉપર અને પૃથ્વી ઉપર ઉભો છે.” 9 અને મે સ્વર્ગદુતની પાહે જયને કીધું કે, “આ નાની સોપડી મને આપ” અને એણે મને કીધું કે, “લે, આને ખાય લે, એનો સ્વાદ મધ જેવો મીઠો છે, પણ પછી એની કડવાશથી તારૂ પેટ દુખશે.” 10 એટલે મે ઈ નાની સોપડી લય લીધી જે સ્વર્ગદુતે હાથમાં પકડી હતી અને એને ખાય ગયો, અને હાસીન એનો સ્વાદ મધ જેવો મીઠો હતો પણ જઈ હું એને ખાય ગયો, તો મારું પેટ દુખવા લાગુ. 11 પછી કોકે મને કીધુ કે, “તમારે બોવજ લોકો, દેશો, ભાષાઓ અને રાજાઓની વિષે ફરીથી આગમવાણી કરાવી જોયી.” |
Koli Wadiyara (કોલી) Bible by The Love Fellowship is licensed under Creative Commons Attribution-ShareAlike 4.0 License.
Beyond Translation