માર્ક 16 - કોલી નવો કરારઈસુનું પાછુ જીવતું થાવુ ( માથ્થી 28:1-8 ; લૂક 24:1-12 ; યોહ. 20:1-10 ) 1 આગલી હાંજે, વિશ્રામવારનો દિવસ વીતી ગયા પછી, મગદલા શહેરની મરિયમ અને શાલોમી અને મરિયમ જે યાકુબની માં હતી, તેઓ સુંગધિત તેલ વેસાતી લયને આવી જેથી યહુદી રીવાજ પરમાણે ઈસુની લાશ ઉપર સોળી હકે. 2 પછી અઠવાડીયાનાં પેલા દિવસે વેલી હવારમાં, તેઓ ડાટવાની ગુફાની બાજુ ગય અને સુરજ ઉગતાની હારે તરત જ પછી તેઓ ન્યા પુગી ગય. 3 અને તેઓ અંદરો અંદર કેતી હતી કે, “આપડી હાટુ ડુંઘરામાં કબરના મોઢાં ઉપરથી પાણો કોણ ગબડાવશે?” 4 પણ જઈ તેઓએ કબરની બાજુ જોયું, તો તેઓનું ધ્યાન ન્યા ગયુ કે, ઈ મોટો પાણો કબરના દરવાજા પાહેથી ગબડી ગયેલો હતો. 5 જઈ ઈ બાયુ કબર પાહે પુગી અને અંદર ગયુ, તો તેઓએ જોયું કે, એક જુવાન માણસ ઉજળા લુગડા પેરેલા એની જમણી બાજુ બેઠો હતો અને તેઓ બીય ગયુ 6 પણ ઈ જુવાન માણસે બાયુને કીધું કે, “બીવમાં, ઈસુ જે નાઝરેથ નગરવાસી છે વધસ્થંભે સડાયેલો હતો, જેને તમે ગોતો છો, ઈ જીવતો થય ગયો છે, ઈ આયા નથી. જોવ, આ ઈ જગ્યા છે, જ્યાં તેઓએ એને રાખ્યો હતો.” 7 પણ તમે જાવ અને ઈસુના બીજા ચેલાઓ અને પિતરને આ સંદેશો આપો, તઈ તેઓએ બતાવ્યું કે, “ઈસુ જીવતો છે. ઈ તમારી આગળ ગાલીલ જિલ્લામાં જાય છે, અને તમારે બધાયને પણ ન્યા જાવું જોયી. તમે એને ન્યા જોહો, જેમ એણે મરયા પેલા બતાવ્યું હતું.” 8 તેઓ બારે નીકળીને ઈસુની કબર પાહેથી ધોડીને ગય; કેમ કે, તેઓને હાસીન બીક અને નવાય લાગી હતી; અને તેઓએ કોયને કાય કીધું નય; કેમ કે, તેઓ બીય ગય હતી. મરિયમ મગદલાની ઈસુને જોય છે ( માથ્થી 28:9-10 ; યોહ. 20:11-18 ) 9 રવિવારની હવારે જઈ ઈસુ મરણમાંથી પાછો જીવીતો ઉઠીયો, તો બધાયની પેલા જે માણસને ઈ જોવા મળ્યું ઈ મગદલાની મરિયમ હતી. પેલાના વખતમાં, ઈસુએ એમાંથી હાત મેલી આત્માઓને બારે કાઢી હતી. 10 મરિયમે જયને ઈસુના ગમાડેલા ચેલાઓને ખબર આપી. જઈ તેઓને ઈ મળી ગયો, તેઓ એની મોતની વિષે દુખી થયને રોતા હતા. 11 પણ મરિયમે એને કીધું કે, “ઈસુ જીવતો છે, અને મે આઘડી જ એને જોયો છે!” તઈ તેઓએ વિસારયું કે આ હાસુનો થય હકે. બે ચેલાઓને ઈસુના દર્શન ( લૂક 24:13-35 ) 12 ઈ દિવસો પછી, ઈસુ પોતાના બે ચેલાઓને દેખાણો, જઈ તેઓ યરુશાલેમથી આજુ બાજુના નગરોમાં હાલીને પોતાના ઘરે જાતા હતા. પણ તેઓ એને તરત ઓળખી નો હક્યાં કેમ કે, ઈ બીજા રૂપમાં બે ચેલાઓને જોવા મળ્યો હતો. 13 જઈ તેઓએ એને ઓળખી લીધો, તો તેઓ બેય ચેલાઓ યરુશાલેમમાં પાછા વ્યાગયા. તેઓએ એના બીજા ચેલાઓને બતાવ્યું કે, શું થયુ હતું, પણ તેઓએ આની ઉપર વિશ્વાસ નો કરયો. મહાન આદેશ ( માથ્થી 28:16-20 ; લૂક 24:36-49 ; યોહ. 20:19-23 ; પ્રે.કૃ 1:6-8 ) 14 એની પછી જઈ તેઓ ખાવા બેઠા હતાં તઈ ઈસુ ઈ અગ્યાર ચેલાઓને જોવા મળ્યું, અને ઈસુએ તેઓને ઠપકો દીધો કેમ કે, જે લોકોએ એને જીવતા થયા પછી દેખાણો હતો, એની વાતો ઉપર ચેલાઓએ વિશ્વાસ કરયો નોતો, 15 તઈ ઈસુએ પાહે આવીને તેઓને કીધું કે, “જગતમાં દરેક જગ્યાએ જાવ અને બધાય લોકોની વસે હારા હમાસારનો પરચાર કરો. 16 જે કોય મારી ઉપર વિશ્વાસ કરે અને નિશાનીના રૂપમાં જળદીક્ષા લેય, તો ઈ મારી ઉપર અત્યારે જ વિશ્વાસ કરે છે, ઈ પરમેશ્વર દ્વારા પોતાના પાપો હાટુ અપરાધી થવાથી બસાવવામાં આયશે. પણ જે વિશ્વાસ નય કરે, ઈ અપરાધી ઠરશે. 17 જે મારી ઉપર વિશ્વાસ કરે છે તેઓ આ સમત્કાર કરવામા મકમ થાહે કે, તેઓ મારા નામથી મેલી આત્માઓને બારે કાઢશે, અને હું તેઓને નવી ભાષા બોલવામાં મકમ બનાવય. 18 જો તેઓ એક ઝેરીલા એરુને પણ ઉપાડી લેહે તો પણ હું તેઓનું રક્ષણ કરય, અને જો તેઓ કોય ઝેર પણ પીય લેય, તો પણ હું એનાથી તેઓને નુકશાન નય થાવા દવ. તેઓ મારા નામના કારણે માંદા લોકો ઉપર પોતાનો હાથ રાખશે અને માંદા લોકો હારા થય જાહે.” ઈસુનું સ્વર્ગમા જાવું ( લૂક 24:50-53 ; પ્રે.કૃ 1:9-11 ) 19 જઈ પરભુ ઈસુ ચેલાઓને આ બધીય વાતો કરી દીધી, તો પરમેશ્વરે એને સ્વર્ગમા લય લીધો અને ઈ પરમેશ્વરની જમણી બાજુ માનની જગ્યાએ બેહી ગયો. 20 અને ઈસુના ચેલાઓ ત્યાંથી ગયા અને દરેક જગ્યાએ લોકોને હારા હમાસાર હંભળાવી. પરભુ ઈસુએ તેઓને સામર્થ્ય આપ્યુ, અને તેઓની દ્વારા કરવામા આવ્યા સમત્કાર આ સાબિત કરતાં હતાં કે, એનો સંદેશો હાસો હતો. આમીન. જેનો અરથ છે આવુ જ થાય. |
Koli Wadiyara (કોલી) Bible by The Love Fellowship is licensed under Creative Commons Attribution-ShareAlike 4.0 License.
Beyond Translation