માર્ક 13 - કોલી નવો કરારઈસુ દ્વારા મંદિરના વિનાશની આગમવાણી. ( માથ્થી 24:1-2 ; લૂક 21:5-6 ) 1 જઈ ઈસુ મંદિરમાંથી નીકળતો હતો, તઈ ચેલાઓમાંથી એક કેય છે કે, “હે ગુરુ, આ હારા બાંધકામો અને દીવાલોમાં લાગેલા મોટા પાણાઓને જોવો!” 2 ઈસુએ તેઓને કીધુ કે, “આયા અત્યારે તમે જે મોટા બાંધકામો જોવો છો, પણ, હું તમને હાસુ કવ છું, ઈ બાંધકામ દુશ્મનો પાડી નાખશે, ન્યા એક પણ પાણો ઈ બીજા પાણા ઉપર રેવા દેવાહે નય. ઈ બધુય નાશ કરવામાં આયશે.” છેલ્લા દિવસોની નિશાની ( માથ્થી 24:3-14 ; લૂક 21:7-19 ) 3 તઈ ઈસુ મંદિરથી જૈતુનના ડુંઘરા ઉપર વયો ગયો અને ઢોરે બેહી ગયો. પિતર, યાકુબ, યોહાન, અને આંદ્રિયા, ઈસુની પાહે આવ્યા જઈ એની હારે કોય નોતુ અને એનાથી પુછયું કે, 4 “અમને બતાવો કે, આ બધીય વાતો ક્યારે થાવાની છે? જઈ ઈ બધીય વાતો થાહે તો પેલા શું થાહે જેથી અમે જાણી હકીએ કે, આ બધીય વાતો થાવાની છે?” 5 ઈસુ તેઓને કેવા લાગ્યો કે, સાવધાન રયો કે કોય તમને દગો નો આપે. 6 ઘણાય બધાય લોકો મારા નામનો ઉપયોગ કરીને આયશે. તેઓ કેહે કે, “હું મસીહ છું” અને તેઓ ઘણાય બધાય લોકો તેઓને માનવા હાટુ દગો આપશે. 7 જઈ તમે યુદ્ધો અને હુલ્લડો વિષે હાંભળો, તઈ ગભરાતા નય કેમ કે, ઈ બધુય થાવાનું જરૂરી છે, પણ એટલાથી જગતનો અંત નથી. 8 કેમ કે, એક જાતિના લોકો બિનયહુદી લોકો ઉપર હુમલો કરશે અને એક રાજ્યના લોકો બીજા રાજ્યના લોકોની વિરુધમાં બાધશે, અને દરેક જગ્યાએ ધરતીકંપ થાહે, અને દુકાળ પડશે. આ ઘટના બાયની આ પીડાની જેમ હોય છે, જઈ ઈ બાળક જણે છે. તેઓ બતાવે છે કે, વધારેને વધારે દુખો આવનાર છે. 9 તમારે સદાય સાવધાન રેવું જોયી કેમ કે, તમારા દુશ્મનો તમને કોરાટમાં લય જાહે અને યહુદી લોકોની પરચાર કરવાની જગ્યામાં મારશે. કેમ કે, તમે મારું માનો છો, રાજ્યપાલ અને રાજાઓની હામે ઉભા રાખવામાં આયશે જેથી તમારો ન્યાય કરવામા આવે. તઈ તમે તેઓની હામે મારા સાક્ષી બનશો. 10 અને આ પણ, બધુય નાશ થય ગયા પેલા, લોકોને જગતની બધી જાતિઓમાં હારા હમાસારનો પરચાર કરવો પડશે. 11 જઈ તમારી ધરપકડ કરવામા આયશે અને કોરાટમાં મુકદમો હાલશે, તો પેલાથી ઉપાદી નો કરતાં પણ જે કાય પરમેશ્વર તમને બોલાયશે ઈજ બોલવું, કેમ કે, તમે ઈજ શબ્દ બોલશો જે પવિત્ર આત્મા તમને બોલાયશે નય કે, તમારી તરફથી હશે. 12 ઈ વખતે જે લોકો મારી ઉપર વિશ્વાસ નથી કરતાં ઈ એના ભાઈઓને પકડાયશે, જે મારી ઉપર વિશ્વાસ કરે છે એને મારી નાખશે, માં-બાપ પોતાનાં દીકરાની હારે પણ એવું જ કરશે. બાળકો માં બાપની હામે ઉઠીને તેઓને મરવી નાખશે. 13 કેમ કે, તમે મારી ઉપર વિશ્વાસ કરો છો, ઈ હાટુ ઘણાય લોકો તમારી હારે વેર કરશે, પણ જે લોકો મોતની વખત હુધી મારી ઉપર વિશ્વાસ રાખશે એને જ પરમેશ્વર તારણ દેહે. મહાસંકટનો વખત ( માથ્થી 24:15-28 ; લૂક 21:20-24 ) 14 પણ એક દિવસ તમે ખરાબ માણસને જોશો જેના કારણે મંદિરને છોડી દેવામાં આયશે. ઈ એવી ઉજ્જડ જગ્યાએ ઉભો હશે જ્યાં એને ઉભા રેવાનું કોય અધિકાર નથી. દરેક કોય જે એને વાસે છે એને હંમજવાની કોશિશ કરવી જોયી! જઈ ઈ વખત આયશે, જે લોકો યહુદીયા જિલ્લામાં હોય, તેઓ બસવા હાટુ ડુંઘરાની બાજુ ભાગવું પડશે જેથી ઈ મરી જાય નય. 15 જે ધાબા ઉપર હોય, ઈ ઘરમાંથી પોતાનો સામાન લેવા નીસે નો ઉતરે. 16 જે ખેતરમાં હોય, ઈ પોતાના લુગડા લેવા ઘરે પાછો નો જાય. 17 ઈ દિવસોમાં જે ગર્ભવતી હશે, અને જે બાળકોને ધવડાવતી હોય, તેઓને અફસોસ છે! તેઓને પોતાના જીવનને બસવા હાટુ ભાગવું બોવ મુશ્કિલ થાહે. 18-19 ઈ વખતે પરમેશ્વર એવું મોટુ દુખ આપશે, જેની જગતની શરૂવાતથી, તે હજી હુધી થયુ નથી અને થાહે પણ નય, અને લોકો પાછા ક્યારેય દુખમાં પડશે નય, ઈ હાટુ પ્રાર્થના કરતાં રયો કે, આવું શિયાળામાં નો થાય. 20 પરમેશ્વરે ઈ ભયાનક વખતને ઓછો કરવાનું નક્કી કરયુ છે, કા કોય પણ માણસ બસાવવામાં નો આવત. જીવતું નો રેત. ઈ દિવસો ઓછા કરી નાખશે, જેથી જે લોકોને એણે ગમાડયા છે એની મદદ થાય. 21 ઈ વખતે જો કોય તમને કેય કે, “જોવ, મસીહ આયા છે!” કા “જોવ, ન્યા છે!” તો વિશ્વાસ નો કરતા. 22 કેમ કે, ખોટા મસીહ અને ખોટા આગમભાખીયાઓ આયશે, અને એવા મોટા સમત્કારો કરીને બતાયશે કે, જો થય હકે તો પરમેશ્વરે ગમાડેલા લોકોને પણ ઈ ભરમાવશે. 23 આ બધીય ઘટના થયા પેલાથી, મે તમને આની વિષે બતાવ્યું છે. જેથી તમે મારા ચેલાઓ, સાવધાન રયો. ઈસુનું પાછુ આવવું ( માથ્થી 24:29-31 ; લૂક 21:25-28 ) 24 ઈ દિવસોમાં, સંકટો પુરા થય ગયા પછી સુરજ અને સાંદો બેય સમકવાનું બંધ કરી દેહે, 25 અને આભથી તારા ખરશે, અને આભના પરાક્રમો હલાવી દેવામાં આયશે. 26 ઈ વખતે લોકો મને જોહે, માણસનો દીકરો પૃથ્વી તરફ વાદળોમાં આવી રયો છે. તેઓ મારા મહાન પરાક્રમો અને મહિમા જોહે કે, 27 ઈ વખતે ઈ રણશીંગડાના મોટા અવાજો હારે પોતાના સ્વર્ગદુતોને આખી પૃથ્વીમાંથી પોતાના ગમાડેલા લોકોને ભેગા કરવા મોકલશે. અંજીરના ઝાડનો દાખલો ( માથ્થી 24:32-34 ; લૂક 21:29-33 ) 28 “અંજીરના ઝાડથી આ દાખલો શીખો જઈ એની ડાળ્યુંમાં કળ્યું અને એના પાંદડાઓ ફૂટવા લાગે છે, તો તમે જાણો છો કે, ઉનાળો પાહે આવ્યો છે. 29 એવી જ રીતે, જઈ તમે ઈ વસ્તુઓને થાતા જોવ છો જેની વિષે મે તમને બતાવ્યું છે, તઈ તમારે જાણવું કે, માણસનો દીકરો આવનાર છે. 30 હું તમને હાસુ કવ છું કે, આ બધાય બનાવો પુરા નય થાય, ન્યા લગી આ પેઢીના માણસો નય મરે. 31 આભ અને પૃથ્વીનો સદાય હાટુ નાશ થય જાહે, પણ મારા વચનો સદાય હાટુ રેહે.” સદાય જાગતા રયો ( માથ્થી 24:36-44 ) 32 પણ ઈ દિવસ અને ઈ વખત વિષે બાપ વગર કોય જ જાણતું નથી, આભમાંના સ્વર્ગદુતો નય, એમ જ માણસનો દીકરો પણ જાણતો નથી. 33 જોવો, જાગતા અને પ્રાર્થના કરતાં રયો કેમ કે, તમે જાણતા નથી કે, કયી આ વાતો થાહે. 34 મારું જાવાનું અને પાછુ આવવાનું આ રીતે હશે કા આ દાખલાથી હંમજાવી હકાય છે કે, એક માણસ લાંબી યાત્રા ઉપર જાવા હાટુ પોતાનુ ઘર છોડી દેય છે. જાયા પેલા, ઈ પોતાના સેવકોને ઈ કામ બતાવે છે જે તેઓને કરવુ જોયી, જે ઘરે દરવાજા પાહે રખેવાળી કરે છે કે, ઈ એને પાછો આવવા હુધી તૈયાર રેય. 35 ઈ હાટુ ઈસુએ પોતાના ચેલાઓને કીધુ કે, “તમે જાણતા નથી કે, ઘરનો માલીક ક્યારે પાછો આયશે. ઈ હાટુ તમારે નજર રાખવી પડશે કેમ કે, હું ઘરનો માલીક, હાંજે કા અડધી રાતે કા હવાર થાતા પેલા કા હવારે પાછો આવી હકુ છું 36 ઈ ખરેખર સેતવણી વગર આયશે, ઈ હાટુ નજર રાખે. તઈ ઈ જોહે કે, તમે એની હાટુ તૈયાર છો. 37 અને જે હું તમને કવ છું, ઈજ બધાયને કવ છું: મારે આવવા હુધી તૈયાર રયો!” |
Koli Wadiyara (કોલી) Bible by The Love Fellowship is licensed under Creative Commons Attribution-ShareAlike 4.0 License.
Beyond Translation