Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -

માથ્થી 4 - કોલી નવો કરાર


ઈસુનું પરીક્ષણ
( માર્ક 1:12-13 ; લૂક 4:1-13 )

1 તઈ ઈ વખતે પવિત્ર આત્મા ઈસુને વગડામાં લય ગયો, જેથી શેતાનથી એનું પરીક્ષણ થાય, ઈ હાટુ સ્યાલીસ રાત અને દિવસ હુધી ઉપવાસમાં રયા, તઈ એને ભૂખ લાગી.

2 ઈસુ સ્યાલીસ રાત અને દિવસ, ખાધા વગર રયો, પછી એને ભૂખ લાગી.

3 તઈ શેતાને એની પાહે આવીને કીધુ કે, “જો તુ પરમેશ્વરનો દીકરો હોય તો, હુકમ કર કે, આ પાણો રોટલી થય જાય.”

4 પણ એણે જવાબ દીધો કે, “આમ શાસ્ત્રમાં લખેલુ છે કે, માણસ ખાલી રોટલીથી નય, પણ દરેક વચનથી જે પરમેશ્વરનાં મોઢામાંથી નીકળે છે, એને માનીને, એનાથી જીવશે.”

5 તઈ શેતાન એને પવિત્ર શહેર યરુશાલેમમાં લય ગયો, અને એને મંદિરની ટોસ ઉપર ઉભો કરયો.

6 અને શેતાને ઈસુને કીધુ કે, “જો તું પરમેશ્વરનો દીકરો હોય, તો પોતાની જાતને નીસે પછાડી દે; કેમ કે એમ શાસ્ત્રમાં લખેલુ છે કે, તારા વિષે પોતાના સ્વર્ગદુતને આજ્ઞા આપશે, અને તેઓ એને હાથો હાથ પકડી લેહે; કાક એવું થાય કે, તારા પગને પાણા હારે ઠેહ નો લાગે.”

7 ઈસુએ એને કીધુ કે, “શાસ્ત્રમાં ઈ હોતન લખેલુ છે કે, તું પરભુ, તારા પરમેશ્વરની પરીક્ષા નો લે.”

8 ફરીને શેતાન એને એક બોવ જ ઉસા ડુંઘરા ઉપર લય ગયો અને જગતના બધા રાજ્યો અને એની માલ મિલકત બતાવી.

9 એણે ઈસુને કીધુ કે, “આ બધુય હું તને આપી દેય, જો તું મારા પગમાં પડીને મને પરણામ કરય, તો હું આ બધુય તને આપી દેય.”

10 તઈ ઈસુએ એને કીધુ કે, “અરે શેતાન આઘો જા કારણ કે, શાસ્ત્રમાં લખેલુ છે કે, તુ પરભુ તારા પરમેશ્વરને જ પરણામ કર, અને ખાલી એની જ સેવા કર.”

11 તઈ શેતાન એને છોડીને વયો ગયો, અને સ્વર્ગદુતો આવીને ઈસુની સેવા કરવા લાગ્યા.


ગાલીલમાં ઈસુના સેવાના કામો
( માર્ક 1:14-15 ; લૂક 4:14-15 )

12 જઈ એણે હાંભળ્યું કે, યોહાનને જેલખાનામાં નાખી દીધો, તઈ ઈસુ ગાલીલ જિલ્લામાં વયો ગયો.

13 અને નાઝરેથ ગામ મુકીને કપરનાહૂમ શહેરમાં ગાલીલના દરિયાના કાઠે જે ઈ જગ્યામાં હતું જ્યાં ઝબુલોનના અને નફતાલીના કુળના રેતાતા ન્યા જયને ઈ રેવા લાગ્યો

14 આ ઈ હાટુ થયુ કે, યશાયા આગમભાખીયા દ્વારા જે કેવામાં આવ્યું હતું ઈ પુરૂ થાય.

15 ઝબુલોન પરદેશના નફતાલીના પરદેશના, યર્દન નદીની ઓલા કાંઠે, એટલે બિનયહુદીઓના ગાલીલના દરિયાની પાહેના.

16 જે લોકો અંધકારમાં જીવતા હતાં, તેઓએ મોટુ અંજવાળું જોયું અને ઈ વિસ્તારમાં અને મોતની છાયામાં જેઓ બેઠેલા હતાં એની ઉપર અંજવાળું પરકાશું.

17 ઈ જ વખતે ઈસુએ પરચાર કરતાં એમ કીધુ કે, “તમારા પાપનો પસ્તાવો કરો કેમ કે, સ્વર્ગનું રાજ્ય ઢુંકડુ આવી ગયુ છે.”


ઈસુ દ્વારા કેટલાક ગમાડેલા ચેલાઓની પસંદગી
( માર્ક 1:16-20 ; લૂક 5:1-11 )

18 એક દિવસ જઈ ઈસુ ગાલીલ દરિયાના કાઠે હાલતોતો, તઈ એણે બે ભાઈઓને જોયા, એટલે કે સિમોન કે જે પિતર કેવાય છે, અને એનો નાનો ભાઈ આંદ્રિયાને દરિયામાં જાળ નાખતા જોયા, કેમ કે તેઓ માછલીઓ પકડનારા હતા.

19 અને ઈસુએ તેઓને કીધુ કે, “મારી વાહે આવો અને મારા ચેલા બનો, અને હું તમને આ શિખવાડય કે લોકોને કેવી રીતે મારા ચેલા બનાવવા.”

20 તેઓએ તરત જ માછલીઓ પકડવાનું છોડી દીધુ અને ઈસુના ચેલા બની ગયા.

21 અને ન્યાથી આગળ વધીને ઈસુએ બે માણસોને જોયા ઝબદીના દીકરાઓ યાકુબ અને એનો ભાઈ યોહાનના પોતાના બાપ ઝબદીની હારે હોડી ઉપર પોતાની જાળો હરખી કરતાં હતા અને તેઓને પણ બોલાવા.

22 તેઓ તરત જ હોડી અને પોતાના બાપ ઝબદીને મૂકીને ઈસુની હારે ગયા.


ઈસુ દ્વારા લોકોને હાજા કરવા
( લૂક 6:17-19 )

23 અને ઈસુ આખાય ગાલીલમાં ફરતો તેઓના યહુદી લોકોની પરસાર કરવાની જગ્યામાં પરચાર કરતો હતો, અને પરમેશ્વરનાં રાજ્યના હારા હમાસાર પરગટ કરતાં, અને લોકોમાં દરેક પરકારના રોગ અને દુખ મટાડતા.

24 તઈ આખાય સિરિયા પરદેશમાં એનું નામ ફેલાય ગયુ, અને બધાય માંદાઓને, એટલે અનેક જાતના રોગીઓને અને પીડાતા લોકો અને ભૂત વળગેલાઓને અને વાયવાળાઓને અને પક્ષઘાતીઓને તેઓ ઈસુની પાહે લાવ્યા. અને એણે તેઓને હાજા કરયા.

25 અને ગાલીલ જિલ્લામાંથી દશનગરથી યરુશાલેમ શહેર, યહુદીયા જિલ્લાના અને યર્દન નદીને ઓલે પારથી મોટા ટોળા એની વાહે ગયા.

Koli Wadiyara (કોલી) Bible by The Love Fellowship is licensed under Creative Commons Attribution-ShareAlike 4.0 License.

Beyond Translation
ကြှနျုပျတို့နောကျလိုကျပါ:



ကြော်ငြာတွေ