પ્રેરિતોનાં કૃત્યો 19 - કોલી નવો કરારએફેસસ શહેરમાં પાઉલ 1 જઈ આપોલસ કરિંથી શહેરમાં હતો, તો પાઉલ અંદરના પરદેશોમા થયને એફેસસ શહેરમાં આવ્યો, ન્યા થોડાક વિશ્વાસી લોકોને ઈ મળ્યો. 2 અને એણે એને કીધું કે, “શું તમે વિશ્વાસ કરતી વખતે પવિત્ર આત્મા પામ્યો?” તેઓએ એને કીધું કે, “અમે તો પવિત્ર આત્માની ચર્ચા પણ નથી હાંભળી.” 3 પાઉલે એને કીધું કે, “તો પછી ઈ કેવી રીતે જળદીક્ષા લીધી?” તેઓએ કીધું કે, “અમે તો ઈ જળદીક્ષા લીધી, જે યોહાન આપતો હતો.” 4 પાઉલે કીધું કે, “યોહાને ઈ લોકોને જળદીક્ષા દીધી, જેઓએ પાપ કરવાનું મુકી દીધુ, અને પરમેશ્વરની બાજુ વળી ગયા, અને એને પણ આ કીધું કે, એના ઉપર વિશ્વાસ રાખો જે આની પછી આવવા વાળો છે, જે ઈસુ મસીહ છે.” 5 આ હાંભળીને તેઓએ પરભુ ઈસુના નામે જળદીક્ષા લીધી. 6 જઈ પાઉલે એના ઉપર હાથ રાખ્યો, તો પવિત્ર આત્મા એના ઉપર ઉતરી, અને ઈ બીજી ભાષા બોલવા અને ભવિષ્યવાણી કરવા મંડો. 7 આ બધાય લગભગ બાર માણસો હતા. 8 તઈ પાઉલે યહુદી લોકોની પરસાર કરવાની જગ્યાઓમાં જયને ત્રણ મયના બીક રાખ્યા વગર બોલતો રયો, અને પરમેશ્વરનાં રાજ્યના વિષે વાદ-વિવાદ કરતો અને હમજાવતો રયો. 9 પણ કેટલાક લોકોએ મન કઠણ કરીને પરભુની વાતનો નકાર કરીને, લોકોની હામે પરભુના મારગની નિંદા કરી, તઈ એણે તેઓને મુકી દીધા અને વિશ્વાસી લોકોને હારે લયને વયો ગયો. ઈ દરોજ તુરાનસ શાળામાં શિક્ષણ દેતો હતો. 10 બે વરહ લગી એમ જ થાતું રયું, ન્યા લગી કે આસિયા પરદેશમા રેનારા શું યહુદી, શું બિનયહુદી બધાય લોકોએ પરભુનુ વચન હાંભળી લીધું. 11 પરમેશ્વર પાઉલ દ્વારા અદભુત સમત્કારના કામ કરતો હતો. 12 ન્યા લગી કે રૂમાલ અને લુગડા એના શરીરની હારે અડાડીને, માંદા ઉપર નાખતા હતાં, અને બધાય લોકો હાજા થય જાતા હતાં, અને મેલી આત્મા એમાંથી નીકળી જાતી હતી. 13 પણ થોડાક યહુદી જે ભુવા હતાં ગામોગામ ફરતા હતાં, એવુ કરવા મંડા કે જેમાં મેલી આત્મા છે, ઈ લોકોમાંથી ઈસુના નામમાં, આ કયને મેલી આત્માને કાઢવાની કોશિશ કરવા મંડા, “હું પરભુ ઈસુના નામમાં, જેનો પરચાર પાઉલ કરે છે, તમને બારે આવવાની આજ્ઞા આપું છું” 14 અને સ્કેવા નામનો એક યહુદી મુખ્ય યાજકને હાત દીકરા હતાં, જે આવું જ કરતાં હતા. 15 પણ મેલી આત્માએ એને જવાબ દીધો કે, “ઈસુને હું ઓળખું છું, અને પાઉલને પણ ઓળખું છું, પણ તુ કોણ છે?” 16 અને જે માણસમાં મેલી આત્મા હતી, ઈ તેઓની ઉપર ઠેકડો મારીને બધાયને કાબુમાં કરી લીધા, અને એને એવો માર મારો કે લુગડા વગરનો અને ઘાયલ થયેલાં ઈ ઘરમાંથી નીકળીને ભાગા. 17 આ વાત એફેસસ શહેરમાં રેનારા બધાય યહુદી અને બિનયહુદી લોકો પણ જાણી ગયા, અને ઈ બધાય ઉપર બીક રય ગય, અને પરભુ ઈસુના નામની મહિમા થય. 18 જેઓએ વિશ્વાસ કરયો હતો, એનામાંથી ઘણાય લોકોએ બધાયની હામે પોત પોતના ખરાબ કામોને માની લીધા. 19 જાદુ કરનારા માંથી ઘણાયે પોત પોતાની સોપડી ભેગી કરીને બધાય લોકોની હામે હળકાવી દીધી, અને જઈ એની કિંમત કરવામા આવી, તો પાચ હજાર સાંદીના સીક્કાની બરોબર નીકળી. 20 આ પરકારે પરભુના વચન મોટા સામર્થથી ફેલાતા અને વધતા ગયો. એફેસસમાં હુલ્લડ 21 જઈ આ વાતો થય ગય તો પાઉલે મકદોનિયા અને અખાયા પરદશોના વિશ્વાસી લોકોને મળ્યા પછી, યરુશાલેમ શહેરમાં જાવાનો નિર્ણય કરયો, અને કીધું કે, “ન્યા ગયા પછી રોમ શહેરમાં પણ જાવું જરૂરી છે.” 22 ઈ હાટુ એની સેવા મદદ કરવાવાળામાંથી તિમોથી અને એરાસ્તસને મકદોનિયા પરદેશમા પોતાની આગળ મોકલી દીધો, અને પોતે થોડાક દિવસ આસિયા પરદેશના ઈફીસુસ શહેરમાં રય ગયો. એફેસસ શહેરમાં હુલ્લડ 23 ઈજ વખતે પરભુના મારગમાં હાલનારા વિષે મોટો હુલ્લડ થયો. 24 ન્યા દેમેત્રિયસ નામનો એક હોની હતો, જે આર્તેમિસ દેવીના મંદિરનાં સાંદીની મૂર્તિઓ બનાવતો હતો, અને કારીગરોને બોવજ કામ આપતો હતો. 25 દેમેત્રિયસે પોતાના કારીગરોને અને બીજા આ રીતે કરનારા બધાય કારીગરોને ભેગા કરીને એને કીધું કે, “હે ભાઈઓ, તમે જાણો છો કે આ કામથી આપડે બોવ રૂપીયા મળે છે. 26 તમે જોતા અને હાંભળો છો કે ખાલી એફેસસ શહેરમાં જ નય, પણ આસિયા પરદેશના બધાય ગામોમાં આ કયને, આ પાઉલે બોવ લોકોને હંમજાવ્યા અને ભરમાંવ્યા પણ છે કે, માણસોના હાથે બનેલી આ મૂર્તિઓમાં પરમેશ્વર નથી. 27 એનાથી હવે ખાલી આ વાતની બીક નથી કે, આપડો આ ધંધાનો અધિકાર વયો જાહે, પણ આ તો મહાન દેવી આર્તેમિસના મંદિરનું કાય મહત્વ રેહે નય, અને જે દેવીનુ ભજન આખાય આસિયા પરદેશમા અને આખા જગતમાં થાય છે, એની મહિમા પણ ઓછી થય જાહે.” 28 તઈ બધાય કારીગરોને બોવ રીહ સડી ગય અને રાડુ નાખી નાખીને કેવા માંડ્યા કે, “એફેસીઓ શહેરની આર્તેમિસ દેવી મહાન છે.” 29 અને શહેરના બીજા ઘણાય લોકો અવાજને હાંભળીને તેઓ પણ ઈ લોકોની હારે ટોળામાં મળી ગયા, અને શહેરમાં મોટો ગડબડાટ મચી ગયો, તઈ લોકોએ મકદોનિયા પરદેશમા રેનારા ગાયસ અને આરિસ્તાર્ખસ જે પાઉલની હારે યાત્રી હતાં, એને પકડી લીધા, અને ઢહડીને અખાડાની બાજુ ભાગી ગયા. 30 જઈ પાઉલ મોટા ટોળાની અંદર જયને લોકોની હારે વાત કરવા માંગતો હતો, પણ વિશ્વાસી લોકોએ એને જાવા દીધો નય. 31 આસિયા પરદેશના અધિકારીઓએ પણ એના ઘણાય મિત્રોને એની પાહે હમાસાર મોકલવા વિનવણી કરી કે, અખાડામાં જયને પોતાના જીવને જોખમમાં નો મુકવો જોયી. 32 અખાડાની અંદર, બધાય લોકો રાડો નાખતા હતાં, કાય એક વાત હાટુ, તો કાય બીજી વાત હાટુ રાડો નાખતા હતાં, કેમ કે સભામાં મોટી ગડબડ થય રય હતી, અને ઘણાય લોકો તો ઈ પણ જાણતા નોતા કે આપડે કેમ ભેગા થયા છીએ. 33 યહુદી ટોળામાં થોડાક લોકોએ એલેકઝાંડરના ટોળાની હામે ધકેલી દીધા, પણ એલેકઝાંડરને હાથથી ઈશારો કરીને ટોળાના લોકોને બંધ રેવાનું કીધું, અને પોતાના બસવા હાટુ ટોળાને લોકોને કાય કેવાની કોશિશ પણ કરી રયો હતો. 34 પણ જઈ તેઓએ જાણી લીધું કે તેઓ યહુદી છે (યહુદી લોકો, મસીહી લોકોની જેમ મૂર્તિપૂજા નથી કરતાં) તો ટોળાના બધાય લોકો એક હારે લગભગ બે કલાક લાગી રાડો નાખતા રયા, “એફેસી શહેરની આર્તેમિસની દેવીની જય!” 35 તઈ એફેસી શહેરમાં નગરશેઠના લોકોને શાંત કરીને કીધું કે, “હે એફેસસ શહેરમાં રેનારા લોકો, કોણ નથી જાણતો કે એફેસસ શહેરના લોકોનું મહાન દેવી આર્તેમિસ મંદિરમાંથી દેખરેખ કરે છે, અને એની મૂર્તિ આભમાંથી પડી હતી. 36 જઈ કે ઈ વાતોના વિરોધમાં કોય બોલી નો હકતા, તો આજ ઠીક રેહે કે તમે શાંતિ રાખો, અને કાય જાણયા હમજ્યાં વગર કાય નો કરો. 37 તુ આ માણસોને લીયાવ્યો છો જે મંદિરને લુંટનારા નથી અને નથી આપડી દેવીની નિંદા કરનારા. 38 ઈ હાટુ દેમેત્રિયસ અને એની હારે કારીગરોને કોયના વિરોધમાં કાય ફરિયાદ કરવી હોય તો, તો ન્યાયલયમાં જઈ હકે છે, અને એની ફરિયાદને હાંભળવા હાટુ અધિકારી પણ છે, ન્યા ઈ એકબીજાની ઉપર દોષ લગાડી હકે છે. 39 પણ જો તમે કોય બીજી વાતોના વિષયમાં કાય પૂછવા માગો છો, તો શહેરની સભામાં નિર્ણય કરવામા આયશે. 40 મને બીક છે કે અધિકારીઓ આ બધીય દેકારાની વિષે હાંભળશે અને કેહે કે, આપડે રોમી સરકારની હામે જાવાની કોશિશ કરી રયા છયી, ઈ હાટુ કે હુલ્લડનું કોય કારણ નથી, અને અપાડે આ ટોળામાં ભેગા થાવાનો કોય જવાબ નો આપી હકશે.” 41 આ કયને એણે મંડળીને રજા આપી દીધી. |
Koli Wadiyara (કોલી) Bible by The Love Fellowship is licensed under Creative Commons Attribution-ShareAlike 4.0 License.
Beyond Translation