Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -

2 તિમોથીને પત્ર 1 - કોલી નવો કરાર


અભિનંદન

1 હું પાઉલ ગમાડેલો ચેલો આ પત્ર તિમોથીને લખી રયો છું, પરમેશ્વરે મને એટલા હાટુ ગમાડયો કે, હું ઈસુ મસીહનો ગમાડેલો સેવક બનું, અને પરમેશ્વરે મને ઈ હાટુ મોકલ્યો જેથી હું લોકોને બતાવી હકુ કે, એણે મસીહ ઈસુમાં વિશ્વાસ કરનારાઓને અનંતજીવન દેવાનો વાયદો કરયો છે,

2 હે તિમોથી, તુ જે મારા દીકરાની જેમ છે, હું પાઉલ તને આ પત્ર લખી રયો છું પરમેશ્વર બાપ, અને આપડા પરભુ ઈસુ મસીહની તરફથી કૃપા, દયા, અને શાંતિ તને મળતી રેય.


ખોટા શિક્ષણ વિરુધ સેતવણી

3 હું રાત-દિવસ મારી પ્રાર્થનાઓમાં વારંવાર તમને યાદ કરતાં પરમેશ્વરનો આભાર માનું છું; જેની સેવા હું હાસા મનથી કરું છું, જેમ મારા વડવાઓ કરતાં હતા.

4 અને જઈ મારે તને છોડીને જાવું પડયું હતું, તઈ તુ કેવી રીતે રોતો હતો ઈ યાદ કરીને, ફરીથી તને મળવાની ઈચ્છા થાય છે કે, તને મળીને હું હરખથી ઉભરાય જાવ.

5 હું તારા ઈ હાસા વિશ્વાસને યાદ કરું છું, જે તારી આય લોઈસ અને તારી માં યુનીકામા હતો, અને મને તારી ઉપર ભરોસો પણ છે કે, ઈ જ વિશ્વાસ તારામાં પણ છે.

6 આ કારણથી હું તને યાદ દેવડાવું છું કે, જઈ મે તારી ઉપર હાથ રાખ્યો હતો, તઈ પરમેશ્વરે જે વરદાન તને આપ્યો હતો, એને જાગૃત કર.

7 કેમ કે, પરમેશ્વરે આપણને બીકનો આત્મા નય, પણ સામર્થથી અને એક-બીજા હારે પ્રેમ રાખવાનો અને બધીય વાતોમાં શિસ્તથી રેવાનો આત્મા આપ્યો છે.

8 ઈ હાટુ તુ પોતાના પરભુ ઈસુ મસીહના વિષે બતાવાથી કે, મારા વિષે જે હું એની હાટુ જેલખાનામાં છું, શરમાવાનું નથી, પણ પરમેશ્વર દ્વારા દીધેલું સામર્થને પરમાણે હારા હમાસાર હાટુ મારી હારે તુ હોતન દુખ ભોગવ.

9 કેમ કે, પરમેશ્વરે આપડુ તારણ કરયુ છે, અને પવિત્ર જીવન જીવવા હાટુ બોલાવીયા છે. ઈ આપડા હારા કામ કરવા હાટુ નય, પણ એની યોજના અને એની કૃપા પરમાણે છે, પરમેશ્વરે આ જગતને બનાવ્યા પેલા જ, મસીહ ઈસુને દુનિયામાં મોકલીને પોતાની કૃપાથી આપણને બસાવાની યોજના બનાવી લીધી હતી.

10 પણ હવે આપડા તારનાર ઈસુ મસીહ આવી ગયા છે, અને એણે આપડી ઉપર પોતાની કૃપા કરી છે, અને એણે મરણની તાકાતને હરાવી દીધી છે, અને હારા હમાસાર દ્વારા અનંતજીવનનો મારગ બતાવ્યો છે.

11 પરમેશ્વરનાં હારા હમાસારનો પરચાર કરવાં હાટુ મને ગમાડેલો ચેલો અને શિક્ષક તરીકે નીમ્યો છે.


પરમેશ્વરની દયાને હાટુ આભાર

12 આ કારણથી હું આયા જેલખાનામાં પણ દુખ સહન કરું છું, પણ હું શરમાતો નથી કેમ કે, હું મસીહને ઓળખું છું જેની ઉપર મે વિશ્વાસ કરયો છે, અને મને પાકી ખાતરી છે કે, એના પાછા આવવાના વખત હુધી ઈ એની રખેવાળી કરશે જે એણે મને આપ્યુ છે.

13 જે હાસુ શિક્ષણ તે મારી પાહેથી હાંભળુ છે, એને પોતાના નમુનારૂપે હંભાળી રાખ, આ એવા વિશ્વાસ અને પ્રેમથી કર, કેમ કે, તુ મસીહ ઈસુની હારે એકતામાં છો.

14 અને આપડામાં રેવાવાળો પવિત્ર આત્માના સામર્થથી આ હારા હમાસારની રખેવાળી કર, જે પરમેશ્વરે તને હોપા છે.

15 તુ જાણે છે કે, આસિયા પરદેશમા રેનારા કેટલાય વિશ્વાસી લોકોએ મને છોડી દીધો છે, એનામાંથી ફુગિલસ અને હેર્મોગેનેસ પણ છે.

16 હું પ્રાર્થના કરું છું કે, ઓનેસિફરસના પરિવાર ઉપર પરભુ દયા કરે, કેમ કે, જઈ હું જેલખાનામાં હતો તઈ ઈ મારી પાહે આવવા હાટુ શરમાણો નય, પણ ઘણીય વખત આવીને મને હિંમત આપી.

17 અને જઈ ઈ રોમ શહેરમાં આવ્યો, તઈ એણે બોવ મેનતથી મને ગોત્યો અને મને મળવા આવ્યો.

18 પરભુ ન્યાયના દિવસે ઓનેસિફરસના ઉપર પોતાની મહાન દયા દેખાડે, અને એફેસસ શહેરમાં જેઓએ મારી હાટુ જે જે સેવા કરી છે, એને પણ તુ હારી રીતેથી ઓળખ છો.

Koli Wadiyara (કોલી) Bible by The Love Fellowship is licensed under Creative Commons Attribution-ShareAlike 4.0 License.

Beyond Translation
ကြှနျုပျတို့နောကျလိုကျပါ:



ကြော်ငြာတွေ