Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -

2 થેસ્સાલોનિકીઓને પત્ર 1 - કોલી નવો કરાર


પાઉલ પ્રેરિતનો બીજો પત્ર

1 આપડા પરમેશ્વર બાપ અને પરભુ ઈસુ મસીહમા થેસ્સાલોનિકા શહેરની વિશ્વાસી લોકોની મંડળી હાટુ પાઉલ, સિલાસ અને તિમોથીની તરફથી આ પત્ર લખવામાં આવ્યો છે.

2 આપડા પરમેશ્વર બાપ અને પરભુ ઈસુ મસીહ તમને કૃપા અને શાંતિ આપે.


મસીહના આવવા વખતે ન્યાય

3 હે મારા વાલા વિશ્વાસી ભાઈઓ અને બહેનો, તમારી વિષે આપડે પરમેશ્વરનો આભાર સદાય માનવો જોયી, અને એવુ કરવુ ઈ આપડી હાટુ હાસુ છે કેમ કે, ઈસુ મસીહ ઉપર તમારો વિશ્વાસ બોવ વધતો જાય છે, અને એકબીજા ઉપર તમારો પ્રેમ બોવજ વધતો જાય છે.

4 ઈ હાટુ આપડે પરમેશ્વરની મંડળીમાં તમારી વિષે અભિમાન કરે છે કેમ કે, તમે દુખ અને સતાવથી સહન કરતાં જાવ છો તો પણ તમે ધીરજથી સહન કરો છો અને ઈસુ મસીહ ઉપર વિશ્વાસ કરો છો.

5 તમે પરમેશ્વરનાં રાજ્યને લાયક બનો ઈ હાટુ તમે દુખ પણ સહન કરો છો, આ તો પરમેશ્વરનાં હાસા ન્યાયનું પરમાણ છે.

6 કેમ કે, જે હાસુ છે ઈજ પરમેશ્વર કરશે, ઈ એવા લોકો ઉપર દુખ લીયાયશે જેઓએ તમને દુખ દીધુ છે.

7 અને જઈ પરભુ ઈસુ મસીહ પોતાના સામર્થ્યથી સ્વર્ગદુતોની હારે ધગધગતી આગમાં સ્વર્ગમાંથી આયશે, તઈ ઈ તમને જે હમણાં દુખ સહન કરી રયા છે તેઓને અને અમને પણ વિહામો આપશે.

8 અને જે લોકો પરમેશ્વરને નથી ઓળખતા, અને પરભુ ઈસુ મસીહના હારા હમાસારને માનતા નથી, તેઓને ઈ સજા આપશે.

9 એવા લોકો પરભુથી અને એના સામર્થની મહિમાથી છેટા થય જાહે. અને પરમેશ્વર એને એવી અનંતકાળની સજા આપશે કે, તેઓ સદાય હાટુ નાશ થય જાહે.

10 આ બધીય વાતો તઈ થાહે, જઈ પરભુ ઈસુ મસીહ પોતાના પવિત્ર લોકોમા માન અને મહિમા પામવા હાટુ પાછા આયશે, ઈ વખતે તમે પણ એમા ભેગા રેહો કેમ કે, જે અમે કીધું હતું એની ઉપર તમે વિશ્વાસ કરયો છે.

11 ઈ હાટુ અમે સદા તમારી હાટુ પ્રાર્થના પણ કરી છયી, જેથી પરમેશ્વર તમને ઈ જીવનને લાયક બનાવી દેય, જેને જીવવા હાટુ એણે તમને બોલાવીયા છે. અને બધાય ભલાયના કામો કરવાની ઈચ્છા અને વિશ્વાસથી કરેલા બધાય કામોને પોતાના સામર્થથી પુરા કરે.

12 આપડે આ પ્રાર્થના કરી છયી, જેથી આપડા પરમેશ્વર અને પરભુ ઈસુ મસીહની કૃપા પરમાણે આપડા પરભુ ઈસુનું નામ તમારામા મહિમાવાન થાય, અને તમે એનામા મહિમા પામો.

Koli Wadiyara (કોલી) Bible by The Love Fellowship is licensed under Creative Commons Attribution-ShareAlike 4.0 License.

Beyond Translation
ကြှနျုပျတို့နောကျလိုကျပါ:



ကြော်ငြာတွေ