1 કરિંથીઓને પત્ર 13 - કોલી નવો કરારપ્રેમ મહાન છે 1 જો કે, હું માણસોની અને સ્વર્ગદુતોની ભાષામાં બોલું, પણ મારામાં પ્રેમ હોય નય, તો પછી રણકાર કરનારા પિત્તળ કા ઝણકાર કરનારા ઝાંઝરી જેવો હું છું. 2 જો મને ઉપદેશ કરવાનું વરદાન હોય, અને હું બધાય મરમો અને બધીય વિદ્યા જાણતો હોવ, અને હું ડુંઘરાઓને ખહેડી હકુ છું, એવો પુરો વિશ્વાસ મારામાં હોય, પણ મારામાં પ્રેમ હોય નય, તો હું કાય પણ નથી. 3 અને જો હું મારી બધી જ મિલકત ગરીબોને ખવરાવી દવ, અને ન્યા હુધી કે, જો હું મારા દેહને આગમાં આપી દવ, પણ હું લોકોને પ્રેમ નથી કરતો, તો મારી હાટુ બધુય નકામું છે. 4 પ્રેમ સહનશીલ અને પરોપકારી છે, પ્રેમ અદેખાઈ કરતો નથી; પ્રેમ બડાય મારતો નથી, અને ફુલાતો નથી. 5 પ્રેમ અલગ રીતે વરતતો નથી, પોતાનું જ હિત ગોતતો નથી, ખીજાતો નથી, કોયનું ખરાબ ઈચ્છતો નથી; 6 કોકનું ભુંડુ થાતું હોય તો એમા નય, પણ કોકનું હારું થાતું હોય તો પણ હાસાયમાં આનંદ થાય છે. 7 પ્રેમ સદાય બધી વાતોને સહન કરે છે, કોયદી વિશ્વાસ ખોતો નથી, સદાય આશા બનાવી રાખે છે. 8 પ્રેમ કોયદી ઓછો થાતો નથી, પણ આગમવાણી કરવાનું દાન હોય તો ઈ નાશ થાહે; ભાષાઓ ભુલાય જાહે; બુદ્ધિ હોય તો ઈ વીસરી જાહે. 9 કેમ કે, આપડે અધૂરું જાણી છયી; અને અધુરી આગમવાણી કરી છયી; 10 પણ જઈ સંપૂર્ણતા આયશે તઈ અધુરાય વય જાહે. 11 જઈ હું બાળક હતો, તઈ હું બાળકની જેમ બોલતો હતો, વિસારતો હતો, અને બાળકની જેમ હમજતો હતો, પણ હવે હું જુવાન થ્યો છું, ન્યાથી મે બાળકની વાતુ મેલી દીધી છે. 12 કેમ કે, હજી આપડે આભલામાં જાખું-જાખું જોયી છયી, પણ તઈ નજરો નજર જોહું; હજી હું ઓછુ જાણું છું, પણ તયી જેમ પરમેશ્વર મને જાણે છે એમ હું પુરે પુરૂ જાણય. 13 હવે વિશ્વાસ, આશા અને પ્રેમ ઈ ત્રણેય ટકી રેય છે; પણ ઈ ત્રણેયમાં પ્રેમ બધાયથી મહાન છે. |
Koli Wadiyara (કોલી) Bible by The Love Fellowship is licensed under Creative Commons Attribution-ShareAlike 4.0 License.
Beyond Translation