Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




તિતસને પત્ર 3:8 - કોલી નવો કરાર

8 આ વાત હાસી છે. અને હું આ ઈચ્છું છું કે, આ વાતો ખાસ ભાર મુકીને શીખવાડ, ઈ હાટુ કે, જેઓએ પરમેશ્વર ઉપર વિશ્વાસ કરયો છે, તેઓ હારા કામો કરવા હાટુ પોતાનો વખત આપવા હાટુ ધ્યાન આપે, બધાય હાટુ આ શિક્ષણ હારું અને લાભકારક છે.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




તિતસને પત્ર 3:8
26 ပူးပေါင်းရင်းမြစ်များ  

અને માલિકે કીધુ કે, “તમે પણ મારી દ્રાક્ષાવાડીમાં જાવ, અને જે કાય દેવા લાયક હશે, ઈ મજુરી હું તમને આપય,” તઈ તેઓ પણ કામ કરવા ગયા.


ઈસુએ લોકોના ટોળાને જોરથી રાડ નાખીને કીધું કે, “જે મારી ઉપર વિશ્વાસ કરે છે, ઈ મારી ઉપર નય પણ મને મોકલનાર પરમેશ્વર ઉપર વિશ્વાસ કરે છે.


હું તમને હાસે હાસુ કવ છું કે, જે મારા વચન હાંભળે છે, અને મને મોકલનારા ઉપર વિશ્વાસ કરે છે, એનાથી અનંતકાળનું જીવન છે, ઈ ગુનેગાર ઠરશે નય, પણ ઈ મોતમાંથી નીકળીને જીવનમાં આવ્યો છે.


તેઓએ એને કીધું કે, “તુ ગાંડી છે.” પણ એણે પુરા વિશ્વાસથી કીધું કે, “પિતર જ છે.” તઈ તેઓએ કીધું કે, “એનો સ્વર્ગદુત હશે.”


પણ જે માણસ પોતે કરેલા કામો ઉપર નય, પણ અન્યાયીને ન્યાયી ઠરાવનારા પરમેશ્વર ઉપર વિશ્વાસ કરે છે, એનો વિશ્વાસ એને લેખે ન્યાયીપણાને અરથે ગણવામાં આવે છે.


આપણામાં એવો જ વિશ્વાસ છે જેવું ગીતશાસ્ત્ર લખવાવાળામાં હતું જઈ એણે કીધું કે, આપણને પણ ઈ જ વિશ્વાસ છે, ઈ હાટુ બોલે છે.


સોરી કરનારો ફરીથી સોરી નો કરે; પણ ઈ મેનત કરે કે, તે પોતાના હાથથી કરેલા ઉપયોગી કામો દ્વારા બીજા લોકોની પણ મદદ કરી હકે, જેને કોય પરકારની જરૂર છે.


આ વાત હાસી અને બધાય પરકારથી માનવા લાયક છે કે, ઈસુ મસીહ પાપી લોકોનો બસાવ કરવા હાટુ જગતમાં આવ્યો, જેમાં બધાયમાંથી મોટો પાપી હું છું


હું ઈચ્છું છું કે, બધીય પ્રાર્થના સભાઓમાં માણસ, પરમેશ્વરને સમર્પિત હાથોને ઉપર ઉસા કરીને અને ગુસ્સો અને વિવાદ કરયા વગર પ્રાર્થના કરે.


અને બીજા લોકોએ આ વાતની ખરાય કરાવી જોયી કે, એણે સદાય હારા કામો કરયા છે, દાખલા તરીકે એણે પોતાના બાળકોનું પાલન-પોષણ હારી રીતે કરયુ, એણે યાત્રા કરનારા વિશ્વાસીઓને પોતાના ઘરે આવકાર કરયો, એણે બીજા વિશ્વાસીઓની સેવા એક દાસીની જેમ કરી, અને એણે એવા લોકોની મદદ કરી જે મુશ્કેલીઓમાંથી પસાર થાતા હતાં. એણે દરેક રીતનાં હારા કામો કરવા હાટુ પોતાને હોપી દીધી હોય.


આ કારણથી હું આયા જેલખાનામાં પણ દુખ સહન કરું છું, પણ હું શરમાતો નથી કેમ કે, હું મસીહને ઓળખું છું જેની ઉપર મે વિશ્વાસ કરયો છે, અને મને પાકી ખાતરી છે કે, એના પાછા આવવાના વખત હુધી ઈ એની રખેવાળી કરશે જે એણે મને આપ્યુ છે.


ઈમાનદારીથી આ સંદેશા પરમાણે કરવુ જોયી, જે વિશ્વાસ લાયક છે અને જે ઈ સિદ્ધાંતથી સહમત થાય છે, જે લોકોએ એને શીખવાડુ હતું, જેથી ઈ પોતાના હારા શિક્ષણ દ્વારા બીજાની મદદ કરશે અને તેઓને સુધારશે જે હારા શિક્ષણનો વિરોધ કરે છે.


પરભુ ઈસુ મસીહે, પોતાની જાતનુ બલિદાન આપણને બસાવા હાટુ આપી દીધુ; જેથી આપડે બધાય પાપથી સ્વતંત્ર થય જાયી અને આપડે નૈતિક રીતે શુદ્ધ થય હકી, જેથી આપડે એના બોવ ખાસ માણસો બની જાયી, જે હારા કામો કરવાને મોટી ઈચ્છા રાખતા હોય.


તારે બધીય વાતુમાં નમુનારૂપે હારા કામો કરવા જોયી, જેનો બીજા કાયમ પાલન કરી હકે. જઈ તુ વિશ્વસીઓને પરમેશ્વર વિષે શિખવશો, તઈ તારે હારા હિતથી શિખવવું જોયી અને આ રીતે જે માન લાયક હોય કે, લોકો તને માન આપે.


વિશ્વાસી લોકોને યાદ અપાવ કે, રાજસત્તા અને અધિકારીઓને આધીન રે અને તેઓની આજ્ઞાનું પાલન કર અને બીજાની હાટુ બધાય હારા કામ કરવા તૈયાર રે.


ખાલી એટલુ જ નય, તારે વિશ્વાસીઓને શીખવાડતું રેવું જોયી કે, પોતાના ધ્યાનને હારા કામ કરવા હાટુ સખત મેનત કરતુ રેવું, જેથી ઈ લોકોની જરૂરીયાતોને પુરી કરી હકે, અને ઈ એક હેતુથી હારું જીવન જીવી હકે.


ઈ તો એક વખતે તારા કોય કામનો નોતો, પણ અત્યારે હવે તારા અને મારા બેય હાટુ ખાસ કામનો છે.


એક-બીજાની કાળજી રાખીએ અને પ્રેમ દેખાડી અને હારા કામો કરીએ.


મસીહે જે કાય કરયુ છે, એની લીધે તમે પરમેશ્વર ઉપર ભરોસો કરી રયા છો, જેણે મસીહને મોતમાંથી પાછો જીવતો કરી દીધો, એને બોવ જ માન દીધુ ફળ સ્વરૂપે પરમેશ્વર ઈ જ છે, જેની ઉપર તમે ભરોસો કરી રયા છો અને આશા રાખો છો કે ઈ તમારી હાટુ મહાન કામ કરશે.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ