Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




તિતસને પત્ર 3:7 - કોલી નવો કરાર

7 પરમેશ્વરે એવુ ઈ હાટુ કરયુ જેથી પોતાની કૃપાથી ઈ આપણને એની નજરમાં ન્યાયી ઠરાવી હકે; જેથી આપડે એના સંતાનો બની હકી એટલે કે, પાકુ એની હારે સદાય હાટુ અનંતકાળનું જીવન જીવવાની આશા રાખી હકી.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




તિતસને પત્ર 3:7
25 ပူးပေါင်းရင်းမြစ်များ  

તઈ હું, રાજા પોતાની જમણી બાજુના લોકોને કેય કે, મારા બાપના આશીર્વાદિત લોકો આવો અને ઈ રાજ્યના અધિકારીઓ થાવ, જે જગતની શરૂઆત અગાવ તમારી હાટુ તૈયાર કરેલું છે.


જઈ ઈસુ અને એના ચેલાઓ નીકળીને મારગ ઉપર જાતા હતાં, તઈ એક માણસ એની પાહે ધોડીને આવ્યો, અને એની હામે ઘુટણે પડીને માન આપતા પુછયું કે, “હે ઉતમ ગુરુ, હું શું કામ કરું જેથી પરમેશ્વર મને અનંતકાળનું જીવન આપે?”


પણ જો ઈ કૃપાથી થયુ છે, તો ઈ કામોથી થયુ નથી, નકર તો કૃપા ઈ કૃપા કેવાય જ નય


પણ પરમેશ્વરની કૃપાથી તેઓએ આપણને ઈસુ મસીહ દ્વારા આપડા પાપોની સજાથી બસાવા. આપડે કાય પણ કરયા વગર જ પરમેશ્વર જાહેર કરે છે કે, આપડે ન્યાયી છયી.


ઈ હાટુ, આપડે જાણી છયી કે, આપડે ઈસુ મસીહમા ખાલી વિશ્વાસથી જ પરમેશ્વરની હારે હાસા ઠરી છયી. નય કે, નિયમના કામો કરવાથી.


ઈ વચન કૃપાથી થાય, અને વચન બધાય વંશજોની હાટુ નક્કી થાય એટલે ખાલી જેઓ શાસ્ત્ર પાળે છે તેઓની હાટુ જ નય, પણ જેઓ ઈબ્રાહિમના વિશ્વાસના છે, તેઓની હાટુ હોતન થાય;


જે માણસ કામ કરે એને મજુરી આપવામાં આવે છે. એની મજુરીને ભેટ ગણવામાં આવતી નથી ઈ એની પોતાની કમાણી છે.


અને જો બાળકો છયી, તો વારસ પણ પરમેશ્વરનાં વારસ અને મસીહના સાથી વારસ છયી, જો આપડે ઈસુની જેમ દુખ સહન કરી તો આપડે એની મહિમામાં પણ ભાગીદાર થાહું.


પેલા તમારામાંથી કેટલાક એવા હતા, પણ હવે તમે પરભુ ઈસુ મસીહના નામે અને આપડા પરમેશ્વરનાં આત્માથી શુદ્ધ થયા, અને ન્યયીપણું પામ્યા છો.


ઈ હાટુ આપડે યહુદી વિશ્વાસી જાણી છયી કે, મુસાના નિયમનું પાલન કરીને કોય પણ માણસ પરમેશ્વરની નજરમાં ન્યાયી નથી ઠરતો. ઈ હાટુ ખાલી ઈસુ મસીહ ઉપર વિશ્વાસ કરવાથી ન્યાયી ઠરે છે; ઈ હાટુ તમે પણ ઈસુ મસીહ ઉપર વિશ્વાસ કરયો કે, આપડે મુસાના નિયમનું પાલન કરવાથી નય પણ મસીહ ઉપર વિશ્વાસ કરવાથી ન્યાયી ઠરી કેમ કે, શાસ્ત્રનું પાલન કરીને કોય પણ માણસ ન્યાયી નથી ઠરી હક્તો.


કેમ કે, તમે મસીહની હારે એકતામાં છો, તો હવે તમે ઈબ્રાહિમના પરિવારનો ભાગ છો અને તમે એના વારસદાર છો અને તમને ઈ બધુય મળશે જેનો પરમેશ્વરે ઈબ્રાહિમ હારે અને આપડી હારે વાયદો કરયો હતો.


ઈ હાટુ, હવે આપડે ચાકર નથી, પણ આપડે પરમેશ્વરનાં દીકરા બની ગયા છયી. જો આપડે પરમેશ્વરનાં બાળકો છયી, તો ઈ આપણને ઈ બધુય આપશે; જે કાય એની પાહે એના બાળકો હાટુ છે.


હવે આપડા પરભુ ઈસુ મસીહ પોતે, અને આપડા પરમેશ્વર બાપ જે આપણને પ્રેમ કરયો, અને કૃપાથી સદાયની શાંતિ અને ઉતમ આશા આપી છે.


તઈ તેઓ પરમેશ્વરની હારે સદાય હાટુ રેવાની આશા રાખે છે, કેમ કે, પરમેશ્વર કોયદી ખોટુ બોલતા નથી, એણે જગતને બનાવા પેલાથી જ અનંતકાળના જીવનનો વાયદો કરયો હતો કે, એના લોકો સદાય હાટુ જીવતા રેહે.


કેમ કે, પરમેશ્વરે બધાય લોકોને બસાવા હાટુ મારગ બતાવીને પોતાની કૃપા પરગટ કરી છે.


આપડે આ રીતે વરતન કરી છયી, જઈ આપડે આશા હારે ઈ મહાન દિવસની રાહ જોયી છયી, જેની આપણને આશા છે, ઈ દિવસ જઈ ઈસુ મસીહ, જે આપડો મહાન પરમેશ્વર અને તારનાર છે, ઈ પોતાની પુરી મહિમાની હારે જગત ઉપર પાછો આયશે.


તો પછી સ્વર્ગદુતો કોણ છે? તેઓ તો પરમેશ્વરની સેવા કરનાર આત્માઓ છે અને પરમેશ્વરે તેઓને તારણ પામનારાઓની સેવા કરવા મોકલી આપ્યા છે; જેમ એણે તેઓની હારે વાયદો કરાયો હતો.


જઈ નૂહે જે બાબત હજી હુંધી જોય નોતી, ઈ વિષે સેતવણી પ્રાપ્ત કરીને અને પરમેશ્વરની બીક રાખીને, વિશ્વાસથી પોતાના પરિવારના તારણ હાટુ વહાણ તૈયાર કરયુ, જેથી એણે જગતને અપરાધી ઠરાવ્યું અને વિશ્વાસથી જે ન્યાયીપણું છે, એનો ઈ વારસ થયો.


વિશ્વાસી જે દેશના પરમેશ્વરે વાયદો કરયો હતો, ઈ દેશમાં ઈબ્રાહિમ પરદેશીની જેમ માંડવામાં રેય. તેઓની હારે પોતાનો દીકરો ઈસહાક અને પોતાના દીકરાનો દીકરો યાકુબ જે તેઓની હારે ઈ જ આજ્ઞાનો વારસદાર હતો અને ઈ જ માંડવામાં રેતો હતો.


ઈ પરમાણે પરમેશ્વર પોતાના વચનની હાસાય, વચનના વારસોને બતાવવા હાટુ હમ ખાયને ભાગીદાર બન્યા,


હે મારા વાલા વિશ્વાસી ભાઈઓ અને બહેનો, પરમેશ્વરે જગતના ગરીબ લોકોને ગમાડયા, જેથી વિશ્વાસમા મજબુત બને અને ઈ રાજ્યના વારસદાર બને, જેનો વાયદો પરમેશ્વરે એનાથી પ્રેમ કરનારાઓ ઉપર કરયો છે.


એમ જ તમે ધણીઓ, પોતાની બાયડીઓ હારે હળી મળીને રયો અને એની મદદ કરવાના વિષે વિસાર કરો. તમારે યાદ રાખવું જોયી કે, ઈ તમારાથી નબળી છે. એટલે તમારે એને માન આપવું જોયી કેમ કે, તમે બેય એના વરદાનના ભાગીદાર છો, જે પરમેશ્વરે કૃપાથી તમને દીધુ છે. એટલે અનંત જીવનનું વરદાન, એવુ કરો જેથી જઈ તમે પરમેશ્વરને પ્રાર્થના કરો તો ઈ તમારુ હાંભળે.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ