Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




તિતસને પત્ર 3:5 - કોલી નવો કરાર

5 એણે આપણને આપડા પાપની સજામાંથી બસાવ્યા, અને આ ન્યાયના કામોને કારણે નય, જે આપડે પોતે કરયુ, પણ એણે આપડી ઉપર દયા કરી, અને એણે પવિત્ર આત્મા આપીને આપણને બસાવી લીધા જેણે આપડા પાપોને ધોયા અને આપણને એક નવું જીવન અને વ્યહવાર કરવા એક નવી રીત આપી.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




તિતસને પત્ર 3:5
46 ပူးပေါင်းရင်းမြစ်များ  

“હું તમને પાણીથી જળદીક્ષા દવ છું, જે આવનાર છે ઈ મારા કરતાં મહાન છે, હું તો એનો ચાકર બનીને એના પગરખાની વાધરી છોડવાને પણ લાયક નથી, ઈ તમને પવિત્ર આત્મા અને આગથી જળદીક્ષા આપશે.


જે એની બીક રાખે છે એની ઉપર પેઢીયુંની પેઢીયું હુધી દયા રેય છે.


ઘણાય વખત પેલા આપડા બાપ દાદાઓને આપેલા વાયદા પરમાણે પરમેશ્વર એની સેવા કરનારા ઈઝરાયલ દેશનાં લોકોની મદદ કરે છે.


એણે આ ઈ હાટુ કરયુ કેમ કે, ઈ આપડા બાપદાદા ઉપર દયાળુ છે, અને પોતાનુ પવિત્ર વચન યાદ કરયુ.


પરમેશ્વર આપણને માફી આપશે કેમ કે, ઈ દયાળુ છે, અને એના લીધે, આ તારનાર, જે ઉગતા સુરજની જેમ છે, આપડી મદદ કરવા હાટુ સ્વર્ગથી આપડી પાહે આયશે.


જેથી કોય પણ રીતે મારા સાથી યહુદીઓમાંથી ઈર્ષા કરાવીને તેઓમાંથી કોય એકનુ તારણ કરાવી હકુ.


પણ જો ઈ કૃપાથી થયુ છે, તો ઈ કામોથી થયુ નથી, નકર તો કૃપા ઈ કૃપા કેવાય જ નય


આ જગતના રીતી-રિવાજોનું અનુસરણ નો કરો, પણ પોતાના મનને પુરેપુરા પરિવર્તન દ્વારા તમારો વ્યવહાર પણ બદલતો જાય, જેથી તમે પરમેશ્વરની હારી અને ગમતી, અને પુરેપુરી ઈચ્છા જાણી હકો.


કેમ કે, શાસ્ત્રનું પાલન કરવાથી કોય પણ માનસ પરમેશ્વરની હારે હાસા નય ઠરે એટલે કે, મુસાનું શાસ્ત્ર આપણને દેખાડે છે કે, આપડે પાપી છયી.


ઈ હાટુ, આપડે જાણી છયી કે, આપડે ઈસુ મસીહમા ખાલી વિશ્વાસથી જ પરમેશ્વરની હારે હાસા ઠરી છયી. નય કે, નિયમના કામો કરવાથી.


પણ જે માણસ પોતે કરેલા કામો ઉપર નય, પણ અન્યાયીને ન્યાયી ઠરાવનારા પરમેશ્વર ઉપર વિશ્વાસ કરે છે, એનો વિશ્વાસ એને લેખે ન્યાયીપણાને અરથે ગણવામાં આવે છે.


અને બેયમાંથી એક દીકરાને પરમેશ્વરનાં ઈરાદા પરમાણે ગમાડેલો હતો એવી ખબર પડે ઈ હાટુ એણે એને કીધું કે, “મોટો દીકરો નાના દીકરાની સેવા કરશે.”


એથી ગમાડવાનો આધાર માણસની ઈચ્છા કે કામ ઉપર નય, પણ ખાલી પરમેશ્વરની દયા ઉપર છે.


અમે જે કેયી છયી, એનુ મહત્વ આ છે બિનયહુદીઓ પોતાને પરમેશ્વરની હારે ન્યાયીપાણામાં લીયાવાની કોશિશ નોતા કરી રયા, તેઓને વિશ્વાસથી એની હારે ન્યાયીપણામાં લીયાવામાં આવ્યા.


પેલા તમારામાંથી કેટલાક એવા હતા, પણ હવે તમે પરભુ ઈસુ મસીહના નામે અને આપડા પરમેશ્વરનાં આત્માથી શુદ્ધ થયા, અને ન્યયીપણું પામ્યા છો.


ઈ હાટુ આપડે યહુદી વિશ્વાસી જાણી છયી કે, મુસાના નિયમનું પાલન કરીને કોય પણ માણસ પરમેશ્વરની નજરમાં ન્યાયી નથી ઠરતો. ઈ હાટુ ખાલી ઈસુ મસીહ ઉપર વિશ્વાસ કરવાથી ન્યાયી ઠરે છે; ઈ હાટુ તમે પણ ઈસુ મસીહ ઉપર વિશ્વાસ કરયો કે, આપડે મુસાના નિયમનું પાલન કરવાથી નય પણ મસીહ ઉપર વિશ્વાસ કરવાથી ન્યાયી ઠરી કેમ કે, શાસ્ત્રનું પાલન કરીને કોય પણ માણસ ન્યાયી નથી ઠરી હક્તો.


પણ પરમેશ્વર બોવ દયાળુ છે, ઈ પોતાના મહાન પ્રેમના કારણે આપણને પ્રેમ કરે છે,


હવે તમારે પરમેશ્વરને તમારી વિસારવાની રીતને બદલાવવા દેવી જોયી.


જેથી ઈ એને વચન દ્વારા જળદીક્ષાથી સોખા કરીને પવિત્ર બનાવે.


અને હવે તમે એક નવા માણસ બની ગયા છો. પરમેશ્વરે તમને એક નવો માણસ બનાવ્યો છે. ઈ તમે વધારેને વધારે પોતાની જેવો બનાવી રયો છે એટલે એને વાસ્તવમાં જાણશો.


કેમ કે, પરમેશ્વરે આપડુ તારણ કરયુ છે, અને પવિત્ર જીવન જીવવા હાટુ બોલાવીયા છે. ઈ આપડા હારા કામ કરવા હાટુ નય, પણ એની યોજના અને એની કૃપા પરમાણે છે, પરમેશ્વરે આ જગતને બનાવ્યા પેલા જ, મસીહ ઈસુને દુનિયામાં મોકલીને પોતાની કૃપાથી આપણને બસાવાની યોજના બનાવી લીધી હતી.


તો પણ, આપડા તારનાર પરમેશ્વરે આપડી ઉપર દયા અને પ્રેમ દેખાડયો.


મસીહના લોહીના છટકાવ દ્વારા આપડા હ્રદયનો આરોપ દુર થય ગ્યો છે અને આપડા દેહને સોખા પાણીથી ધોવા દ્વારા આપડે તૈયાર કરયુ છે. ઈ હાટુ હાલો હવે આપડે હાસા હ્રદય અને પુરા વિશ્વાસથી પરમેશ્વરની પાહે જાયી.


ઈ હાટુ આવો આપડે હિંમતથી મસીહની પાહે આવી, જેથી આપણને દયા મળે અને ઈ કૃપા મેળવશુ, જે આપડી જરૂરિયાતોમાં આપડી મદદ કરે છે.


અને જો તેઓ વિશ્વાસ કરવાનું છોડી દેય છે, અને તેઓને પસ્તાવો કરવા હાટુ કોય મારગ નથી, કેમ કે ઈ એવું જ થાહે; જેમ પરમેશ્વરનાં દીકરાને બીજીવાર વધસ્થંભ ઉપર સડાવી રયા છે અને જાહેરમાં ખુલ્લી રીતે એની ઠેકડી ઉડાડે છે.


આપડા પરભુ ઈસુ મસીહના બાપ પરમેશ્વરની સ્તુતિ થાય. પરમેશ્વરે આપડા પ્રત્યે પોતાની મહાન દયાથી આપણને એક નવુ જીવન આપ્યુ છે. કેમ કે, પરમેશ્વરે ઈસુ મસીહને મરેલામાંથી જીવતા કરયા, એણે આપણને બોવ જ આત્મવિશ્વાસની હારે જીવવાને લાયક બનાવ્યા છે; એટલે એમ કે, ઈ વસ્તુઓને મેળવવાની પુરી આશા રાખી હકી છયી, જે એણે આપણને દેવાનો વાયદો કરયો છે.


એક વખતે તમે પરમેશ્વરનાં લોકો નોતા, પણ હવે તમે પરમેશ્વરનાં લોકો છો, પેલા તમે પરમેશ્વરની દયાને જાણતા નોતા, પણ હવે તમે એને જાણો છો કેમ કે, એણે પેલાથી જ તમારી ઉપર પોતાની દયા દેખાડી છે.


આ પાણી ઈ પાણીની આગેવાની કરે છે જેમાં આપડે જળદીક્ષા લેયી છયી, જેનાથી પરમેશ્વર આપણને બસાવે છે. કેમ કે, એણે ઈસુ મસીહને મરેલામાંથી જીવતા કરયા હતા. ઈ પાણી ખરેખર આપડા દેહથી મેલ દુર કરતુ નથી. એની બદલે એવુ દેખાડે છે કે, આપડે પરમેશ્વરને વિનવણી કરી છયી કે ઈ આપણને ભરોસો દેય કે, એણે આપડા પાપ દુર કરી દીધા છે.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ