બેરિયા શહેરના પૂર્હસનો દીકરો સોપાતર અને થેસ્સાલોનિકા શહેરમાંથી આરિસ્તાર્ખસ અને સેકુંદસ, અને દર્બેનો શહેરનો ગાયસ, અને લુસ્ત્રા શહેરનો તિમોથી, અને આસિયાના પરદેશનો તુખિકસ અને ત્રોફીમસ; જેઓ આસિયા પરદેશ હુધી અમારી હારેના યાત્રી હતાં.
પરભુની સંગતીમાં મારા વાલા ભાઈ અને વિશ્વાસુ ચાકર તુખિકસ તમને લોકોને ઈ બધુય બતાવી દેહે, જેથી તમે પણ જાણી લ્યો કે, હું કેમ છું અને શું કરી રયો છું અને ઈ તમારા મનોને શાંતિ આપે.