તિતસને પત્ર 3:10 - કોલી નવો કરાર10 તારે ઓછામાં ઓછી બે વાર ઈ લોકોને સેતવણી આપવી જોયી, જે મંડળીમાં ભાગલા પડવતા હોય છે કે, ઈ એવુ કરવાનું બંધ કરે, એની પછી તેઓથી આઘું રેવું જોયી. အခန်းကိုကြည့်ပါ။ |
ઈ મૂર્તિપૂજા કરે છે, ઈ જાદુ-ટોણા કરે છે, ઈ પોતાના લોકોથી નફરત કરે છે, ઈ એક-બીજા હારે બાધણા કરે છે, ઈ એવી વસ્તુઓને પામવાની આશા રાખે છે જે બીજા લોકોની પાહે છે, ઈ જલદી ગુસ્સામાં આવી જાય છે, ઈ પોતાનો મારગ કાઢવા હાટુ બીજા લોકને નીસા પાડે છે, ઈ એવા લોકોને અપનાવતા નથી જેનાથી ઈ સહમત નથી અને ખાલી એવા લોકોની હારે જોડાય છે જેનાથી ઈ સહમત છે,
જેવી રીતે ઘણાય વખત પેલા ખોટા આગમભાખીયાઓ ઈઝરાયલની વસ્સે જોવા મળ્યા હતાં, એવી જ રીતે તમારી વસ્સે પણ ખોટા શિક્ષકો જોવા મળશે. ઈ ખોટા શિક્ષણોને છુપી રીતે ફેલાવી દેહે, જે લોકોને મસીહ ઉપર વિશ્વાસ છોડાવી દેહે, આ ખોટા શિક્ષક મસીહને પોતાનો સ્વામી માનવાથી પણ નકાર કરી દેહે, જે એમનો માલીક છે, અને જેણે એને પાપની શક્તિથી બસાવ્યા છે. આવી રીતે ઈ પોતાનો અસાનક નાશ કરાવી દેહે.