8 તારા શિક્ષણમાં સદાય હાસાય હોવી જોયી; જેથી કોય એને ખરાબ નો કય હકે; જેથી તારા વેરીઓ શરમાય જાય કેમ કે, કાય પણ એવુ ખરાબ નો થાય; જેથી ઈ આપડી વિરુધમાં કાય કય હકે નય.
અને યહુદી નિયમના શિક્ષકોમાંના એકે આવીને હાંભળ્યું કે, ઈસુ અને સદુકી લોકો અંદરો અંદર શું વાતો કરતાં હતાં, આ જાણીને કે, એણે તેઓને હારી રીતેથી જવાબ આપ્યો, એણે પુછયું કે, “પરમેશ્વરે જેટલી પણ આજ્ઞાઓ આપી છે તેઓમાંથી બધાયથી ખાસ આજ્ઞા કય છે?”
ખાલી એટલુ જ નય, તારે વિશ્વાસીઓને શીખવાડતું રેવું જોયી કે, પોતાના ધ્યાનને હારા કામ કરવા હાટુ સખત મેનત કરતુ રેવું, જેથી ઈ લોકોની જરૂરીયાતોને પુરી કરી હકે, અને ઈ એક હેતુથી હારું જીવન જીવી હકે.
એની હારે હારો વેવાર કરતાં રયો જે પરમેશ્વરને નથી જાણતા. જો તમે આવું કરશો, જો કે તેઓ કેહે કે, તમે ભુંડાય કરો છો તેઓ જોહે કે, તમે હારા કામ કરો છો, અને પરમેશ્વરનાં આવવાના દિવસે પરમેશ્વરની સ્તુતિ કરશો.