Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




તિતસને પત્ર 2:15 - કોલી નવો કરાર

15 ઈ હાટુ તિતસ હું ઈચ્છું છું કે, તુ ક્રીતના વિશ્વાસીઓને આ વાતો શીખવ, જે મે તને કીધી છે. હંમજાય અને જ્યાં જરૂરી હોય, ન્યા તેઓને સુધારો કરયા કર, તને એવુ કરવાનો અધિકાર છે નક્કી કર કે, જે કાય પણ તુ શિખવાડ છો, એને કોય નજર અંદાજ નો કરે.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




તિતસને પત્ર 2:15
10 ပူးပေါင်းရင်းမြစ်များ  

કેમ કે, ઈસુ યહુદી નિયમના શિક્ષકોની જેમ નય, પણ જેને અધિકાર હોય એમ તેઓને શિક્ષણ આપતો હતો.


અને યહુદી નિયમના શિક્ષકો એના શિક્ષણથી સોકી ગયા કેમ કે, યહુદી નિયમના શિક્ષકોની જેમ નય, પણ જેને અધિકાર હોય એમ તેઓને શિક્ષણ આપતો હતો.


યહુદી લોકોની પરચાર કરવાની જગ્યામાં હાજર ઘણાય લોકો બોવ હેરાન થય ગયા અને આ કારણે ઈ એકબીજાને પૂછવા લાગ્યા કે, “આ ક્યા પરકારનું શિક્ષણ છે? અમે કોયદી કોયને આટલા અધિકારથી શિક્ષણ આપતા નથી હાંભળ્યું! ઈ અધિકારથી મેલી આત્માને ખીજાય છે અને ઈ એનુ માનેય છે.”


એનાથી બધાય એવા નવાય પામ્યા કે બધાયે અંદરો અંદર વાત કરી કે, આ ક્યા પરકારનું શિક્ષણ છે? કેમ કે, ઈ અધિકારથી અને પરાક્રમથી મેલી આત્માને હુકમ કરે છે, એટલે ઈ બારે નીકળી જાય છે.


ઈ હાટુ કોય પણ એને અપમાનિત નો કરે, પણ શાંતિથી એને ઈ બધુય આપો જે એને પોતાની યાત્રા હાટુ જરૂરી છે કે, મારી પાહે આવી જાય કેમ કે, ઈ વિશ્વાસીયો ભાઈઓની હારે આવે છે.


જે લોકો પાપ કરે એને બધાય વિશ્વાસી લોકોની હામે ખીજા, જેથી બાકીના બીજા વિશ્વાસી હોતન પાપ કરવાથી બીવે.


તુ પરમેશ્વરનાં વચનનો પરચાર કરવા હાટુ તૈયાર રે, જો પરીસ્થિતિ હારી હોય કે, ખરાબ હોય, પણ તારે લોકોને આ બતાવું જોયી કે, તેઓએ શું ખોટુ કરયુ છે, અને તેઓના પાપ હાટુ ધમકાવ, પણ જેમ તુ તેઓને પુરી રીતે ધીરજની હારે શિખવાડ છો, એમ તેઓને પ્રોત્સાહન પણ આપ.


ક્રીતના લોકો વિષે આ વાત આજેય હાસી છે, ઈ હાટુ તેઓને ખરી સેતાવણી આપીને ધમકાવ, જેથી તેઓ પરભુ ઈસુની વિષે હાસા શિક્ષણ ઉપર વિશ્વાસ કરી હકે.


જે લોકો વિશ્વાસીઓની સભામાં બોલે છે એને એવી રીતે બોલવું જોયી જેમ કે ઈ પરમેશ્વરનો જ સંદેશો બોલી રયો છે. ઈ જે બીજાની હાટુ દયાળુ કામ કરે છે એને એવી તાકાત હારે કરવુ જોયી જે પરમેશ્વર એને દેય છે, જેથી તમે પરમેશ્વરનું સન્માન કરી હકો, જેમ ઈસુ મસીહ આપણને સક્ષમ બનાવે છે આપડે બધાય પરમેશ્વરની મહિમા કરી કેમ કે, એની પાહે બધાયની ઉપર શાસન કરવાનો પુરો અધિકાર છે સદાય હાટુ છે એવુ જ થાય. આમીન.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ