તિતસને પત્ર 2:13 - કોલી નવો કરાર13 આપડે આ રીતે વરતન કરી છયી, જઈ આપડે આશા હારે ઈ મહાન દિવસની રાહ જોયી છયી, જેની આપણને આશા છે, ઈ દિવસ જઈ ઈસુ મસીહ, જે આપડો મહાન પરમેશ્વર અને તારનાર છે, ઈ પોતાની પુરી મહિમાની હારે જગત ઉપર પાછો આયશે. အခန်းကိုကြည့်ပါ။ |
જો તમારામાંથી કોય પણ મને પોતાના પરભુની જેમ અપનાવવા અને મારા શિક્ષણનું પાલન કરવાનું સ્વીકારતા નથી કેમ કે, તમે બીવો છો કે, આ યુગના અવિશ્વાસુ અને પાપી લોકો તમારું નુકશાન કરશે, પછી હું, માણસનો દીકરો, જઈ પવિત્ર સ્વર્ગદુતોની હારે પૃથ્વી ઉપર પાછો આવય, તઈ તમારો અસ્વીકાર કરી દેય કે, તમે મારા ચેલાઓ છો. તઈ દરેક મારી મહિમાને જોહે, જે મારા બાપની જેમ છે.”
આપડા પરભુ ઈસુ મસીહના બાપ પરમેશ્વરની સ્તુતિ થાય. પરમેશ્વરે આપડા પ્રત્યે પોતાની મહાન દયાથી આપણને એક નવુ જીવન આપ્યુ છે. કેમ કે, પરમેશ્વરે ઈસુ મસીહને મરેલામાંથી જીવતા કરયા, એણે આપણને બોવ જ આત્મવિશ્વાસની હારે જીવવાને લાયક બનાવ્યા છે; એટલે એમ કે, ઈ વસ્તુઓને મેળવવાની પુરી આશા રાખી હકી છયી, જે એણે આપણને દેવાનો વાયદો કરયો છે.
આ હેરાનગતિઓનો ધ્યેય ઈ દેખાડવાનો છે કે, શું તમે હાસીન પરમેશ્વર ઉપર ભરોસો કરો છો. ઈસુ મસીહમા તમારો વિશ્વાસ હોના કરતાં વધારે કિંમતી છે. જેવી રીતે નાશવંત હોનાને આગમાં પારખવામા આવે છે અને શુદ્ધ કરવામા આવે છે, એવી જ રીતે જો તમારો વિશ્વાસ આગની પરીક્ષાઓ દ્વારા પારખા પછી પણ મજબુત રેય છે, તો આ ઈ દિવસે તમને બોવ જ વખાણ, મહિમા અને માન દેહે, જઈ ઈસુ મસીહ પાછો આયશે.