Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




તિતસને પત્ર 1:9 - કોલી નવો કરાર

9 ઈમાનદારીથી આ સંદેશા પરમાણે કરવુ જોયી, જે વિશ્વાસ લાયક છે અને જે ઈ સિદ્ધાંતથી સહમત થાય છે, જે લોકોએ એને શીખવાડુ હતું, જેથી ઈ પોતાના હારા શિક્ષણ દ્વારા બીજાની મદદ કરશે અને તેઓને સુધારશે જે હારા શિક્ષણનો વિરોધ કરે છે.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




તિતસને પત્ર 1:9
24 ပူးပေါင်းရင်းမြစ်များ  

આપોલસે શાસ્ત્રથી સાબિત કરીને બતાવ્યું કે ઈસુ જ મસીહ છે, અને જે યહુદી લોકો એનાથી વાદ-વિવાદ કરતાં હતાં, એને વચનથી કય કયને બધાયની હામે એની વાતોનો વિરોધ કરતો ગયો.


પણ જો બધાય આગમવાણી કરવા મંડશે અને કોય અવિશ્વાસી કા બારે ઉભેલા માણસો અંદર આવી જાય, તો એને દુખ થાહે કે તેઓ પાપી છે, અને તમે જે બોલો છો, એના લીધેથી તેઓ પોતાની રીતે બદલવા માગશે.


પણ દરેક વચનને પારખો કે, ઈ પરમેશ્વર તરફથી છે કે નય. અને જે વાત હાસી છે ઈ વાતને માની લ્યો.


ઈ હાટુ હે મારા વાલા વિશ્વાસી ભાઈઓ અને બહેનો, મક્કમ રયો, આ વાતો ઉપર વિશ્વાસ કરતાં રયો, જે જે વાતો અમે તમને શિક્ષણ કે લખેલા પત્ર દ્વારા શીખવી હતી.


છીનાળવાઓ, પુરુષ પુરુષની હારે જાતીય સબંધ બાંધનારાઓ, માણસોનો વેપાર કરનારાઓ, ખોટુ બોલનારાઓ, ખોટા સાક્ષીઓ, ઈ બધાય હાટુ છે.


આ વાત હાસી અને બધાય પરકારથી માનવા લાયક છે કે, ઈસુ મસીહ પાપી લોકોનો બસાવ કરવા હાટુ જગતમાં આવ્યો, જેમાં બધાયમાંથી મોટો પાપી હું છું


અને તારે મસીહ ઉપર વિશ્વાસમા બનેલું રેવું જોયી અને સોખુ મન હોવું જોયી, કેમ કે કેટલાક લોકોએ પોતાના સોખા મનનો ત્યાગ કરી દીધો છે અને એનુ પરિણામ ઈ થયુ કે, તેઓ હવે મસીહ ઈસુમાં વિશ્વાસ નથી કરતા. જેવી રીતે એક વહાણ ભટકાયને નાશ થય જાય છે.


આ વાત હાસી છે, અને દરેક પરકારે એનો સ્વીકાર કરવાને લાયક છે.


જે કોય જુદી પરકારનું શિક્ષણ શીખવે છે અને આપડા પરભુ ઈસુ મસીહના હાસા વચનો અને ન્યાયી શિક્ષણ હારે સહમત થાતો નથી,


જે હાસુ શિક્ષણ તે મારી પાહેથી હાંભળુ છે, એને પોતાના નમુનારૂપે હંભાળી રાખ, આ એવા વિશ્વાસ અને પ્રેમથી કર, કેમ કે, તુ મસીહ ઈસુની હારે એકતામાં છો.


જે શિક્ષણ બોવ બધાય લોકોને મારા દ્વારા શીખવાડતી વખતે તે હાંભળુ છે, ઈ જ શિક્ષણ તુ બીજા વિશ્વાસી લોકોને શીખવાડ જે વિશ્વાસુ છે, જેથી તેઓ પણ બીજા લોકોને શીખવાડી હકે.


ઈ વિરોધ કરનારાને ભોળપણથી હમજાવે, થય હકે છે કે, પરમેશ્વર એના મનમા કામ કરે કે, તેઓ પાપ કરવાનું છોડી દેય, અને ઈસુ મસીહના હાસની વિષે જાણી હકે.


પણ જે વાતોને તે સીખી છે, અને વિશ્વાસ કરયો છે એમા સ્થિર રેજે કેમ કે, તુ જાણશો કે, ઈ વાતો તે કોની પાહેથી સીખી છે.


કેમ કે, એવો વખત આયશે, જઈ લોકો હાસુ શિક્ષણ હાંભળવા માગશે નય, પણ પોતાની મરજી પરમાણે હાલશે, અને તેઓ ઘણાય બધાય શિક્ષકને ગોતશે, જે ઈ જ વાતોનો પરચાર કરે; જે તેઓ હાંભળવા માગે છે.


આવા લોકોને શિક્ષણ આપવાની પરવાનગી નો આપ, કેમ કે, જઈ તેઓ આ વાતુ શિખવે છે, જે તેઓએ શીખવવી જોયી નય, અને તેઓ પુરા વિશ્વાસી પરિવારને બરબાદ કરી નાખે છે. તેઓ આવું કરીને રૂપીયા કમાવાનું ઈચ્છે છે.


પણ તિતસ તારે વિશ્વાસીઓને ખાલી ઈ જ શીખવાડવું જોયી; જે ઈસુ મસીહની વિષે હાસા શિક્ષણ પરમાણે હોય.


મારા વાલાઓ, જેમ કે, હું તમને પરમેશ્વરથી જે તારણ મળવાનું છે, એના વિષે ઘણુય બધુય લખવાની ઈચ્છા રાખતો હતો, જેમાં આપડે બધાય ભાગીદાર છયી, હું મારી ફરજ હમજુ છું અને તમને પ્રોત્સાહન દેવા હાટુ લખું કે, હાસા શિક્ષણને હાસવી રાખવા હાટુ મથામણ કરો. પરમેશ્વરે પોતાના પવિત્ર લોકો હાટુ આ હાસ એક વખતે સદાયને હાટુ દીધુ છે, જે કોયદી બદલાતું નથી.


હું જલ્દી જ આવનાર છું, ઈ હાટુ પાક્કી રીતે વિશ્વાસ સાલું રાખ, જેથી કોય પણ તારો મુગટ આસકી નો લેય.


ઈ હાટુ ઈ શિક્ષણને યાદ કર, જે બોવ પેલા હાંભળુ હતું અને વિશ્વાસ કરયો હતો, જે તને શિખવાડુ હતું એની પરમાણે કર, પોતાના ખરાબ કામોથી પસ્તાવો કર, જો તુ ખરાબ કામો કરવાનું સાલું રાખશો, તો હું ખબર વગરનો આવી જાય, જેમ એક સોર આવે છે અને તુ ઈ વખતને પણ નય જાણી હક જઈ હું તને દંડ આપવા હાટુ આવી જાય.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ