Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




તિતસને પત્ર 1:16 - કોલી નવો કરાર

16 ઈ ખોટા શિક્ષકો એમ કેય છે કે, અમે પરમેશ્વરને જાણી છયી, પણ એનુ વરતન સોખી રીતે બતાવે છે કે, ઈ પરમેશ્વરને ઓળખતા નથી. કેમ કે, પરમેશ્વર આવા લોકોને ધિક્કારે છે, ઈ લોકો આજ્ઞા માનનારા નથી અને ઈ કાય પણ હારા કામોને લાયક નથી.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




તિતસને પત્ર 1:16
27 ပူးပေါင်းရင်းမြစ်များ  

કેમ કે, તેઓએ પરમેશ્વરને અપનાવવું મુર્ખાય હંમજી, તો પરમેશ્વરે પણ ઈ બધાય ખરાબ કામ કરવાના લીધે એને એના નક્કામાં મનના કાબુમાં છોડી દીધા.


તે લોકોના દ્વારા મુરખ નો બનો જેઓ આ પાપોની હાટુ બાના બનાવવાની કોશિશ કરે છે, કેમ કે આજ કામોને કારણે પરમેશ્વરનો ગુસ્સો આજ્ઞા નો માનવાવાળા ઉપર ભડકે છે.


છતાય યાદ રાખવું જોયી કે, નિયમ હારા માણસ હાટુ નય, પણ નિયમભંગ કરનારાઓ અને ગુનેગારો, પરમેશ્વરને નો માનનારા અને પાપીઓ, અપવિત્ર, અશુદ્ધ અને અધરમી, અને મા-બાપને મારી નાખનારાઓ, ખૂનીઓ,


પણ જો કોય પોતાના હગા-વાલાની ખાસ કરીને પોતાના પરિવારની જરૂરિયાત પુરી નો કરે, તો એણે વિશ્વાસનો ત્યાગ કરી દીધો છે, અને ઈ અવિશ્વાસીથી પણ ભુંડો બની ગયો છે.


જેથી પરમેશ્વરનો માણસ પુરી રીતેથી લાયક બને, અને બધાય હારા કામો કરવા હાટુ તૈયાર થય જાય.


વિશ્વાસી લોકોને યાદ અપાવ કે, રાજસત્તા અને અધિકારીઓને આધીન રે અને તેઓની આજ્ઞાનું પાલન કર અને બીજાની હાટુ બધાય હારા કામ કરવા તૈયાર રે.


કેમ કે, આપડે પણ પેલા હમજણ વગરના અને પરમેશ્વરની આજ્ઞા નો માનનારા, અને ભરમમાં પડેલા, અને દરેક પરકારના ખરાબ કામો કરવાની ઈચ્છા રાખતા હતાં અને મોજ-મજાના ગુલામ હતા. અને એક-બીજાની હારે ઈર્ષા અને વેર રાખવામાં જીવન જીવતા હતાં, અને દરેક માણસ એક-બીજાને ધીકારતા હતા.


જે કોય આ કેય છે કે, “હું એને ઓળખું છું,” પણ એની આજ્ઞાઓને પાળતો નથી, તો ઈ ખોટો છે, અને પરમેશ્વરની હાસાય પરમાણે નથી જીવતો.


કેમ કે, કેટલાક પરમેશ્વરનો નકાર કરનારા ખબર પડે નય એવી રીતે આપડી વસે આવી ગયા છે, ઈ એવા દૃષ્ટ માણસો જેવા છે જેના વિષે આગમભાખીયાઓએ ઘણાય વખત પેલા લખ્યું હતું ઈ ખોટી વાતુ શીખવાડે છે અને ઈ વિસારે છે કેમ કે, પરમેશ્વર એની ઉપર દયાળુ છે ઈ એને એવા દૈહિક પાપ કરવાની રજા આપે છે આવી રીતે જે ઈસુની વિષે જે હાસુ છે એનો વિરોધ કરે છે જે મસીહ છે, જે આપડો એક જ માલીક અને પરભુ છે.


પણ જે કાય અશુદ્ધ હતુ, કે, પછી ઈ લોકો જે ખરાબ કરે છે અને ખોટુ બોલે છે, તેઓને પાક્કી રીતે એમા અંદર આવવાની રજા નોતી, જે લોકો આમા આવી હકે છે, ઈ એવા લોકો છે જેના નામ ઘેટાના બસ્સાની જીવનની સોપડીમા લખવામા આવ્યા હતા.


પણ જે સતાવણીની બીકથી મને છોડી દેય છે અને મારી ઉપર વિશ્વાસ કરવાનું છોડી દેય છે એને ગંધકની આગમાં ફેકી દેવામાં આયશે, એવી જ રીતે એને પણ જે ભુંડુ કરે છે અને હત્યાઓ કરે છે અને છીનાળવાઓ કરે છે અને પોતાના સાથીઓની હારે મેલી વિદ્યા કરે છે અને મૂર્તિનું ભજન કરે છે અને બધુય ખોટુ બોલનારા એને પણ ગંધકની આગમાં નાખી દેવામાં આયશે, આને જ બીજુ મોત કેવાય છે.”


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ