15 જેના મન હારા છે, એનામા કોય પાપ કરવાનો વિસાર નથી, એની હાટુ બધુય સોખું છે. પણ જેનું મન હારું નથી અને ઈસુ ઉપર વિશ્વાસ નથી કરતાં, એની હાટુ કાય પણ સોખું નથી કેમ કે, એના મન અને હ્રદય બેય ભુંડા છે.
હું જાણુ છું અને પરભુ ઈસુ તરફથી મને પુરી ખાતરી થય છે કે, કોય પણ ખાવાની વસ્તુ જાતે અશુદ્ધ નથી, જો કોય માણસ એમ માંને કે, અમુક ખાવાની વસ્તુ અશુદ્ધ છે, તો ઈ ખાવાની વસ્તુ એની હાટુ અશુદ્ધ બની જાય છે.
તમારુ કાક ખાવાની વસ્તુઓને ખાવાના કારણે પરમેશ્વરનું કામ નો બગાડે, બધુય હારુ તો છે, પણ ઈ હારુ નથી જઈ તમે ઈ વસ્તુ ખાવ છો, એના કારણે તમે બીજાની હાટુ એક ઠોકરનું કારણ બની જાવ છો.
પણ બધાય માણસોમાં એવું જ્ઞાન નથી; કેટલાક લોકોને હજી હુંધી મૂર્તિની ઓળખાણ હોવાથી એનું સડાવેલું નીવેદ ઈ ખાય છે. અને તેઓનું હૃદય નિર્દોષ હોવાથી ભ્રષ્ટ થાય છે.
મસીહના લોહીના છટકાવ દ્વારા આપડા હ્રદયનો આરોપ દુર થય ગ્યો છે અને આપડા દેહને સોખા પાણીથી ધોવા દ્વારા આપડે તૈયાર કરયુ છે. ઈ હાટુ હાલો હવે આપડે હાસા હ્રદય અને પુરા વિશ્વાસથી પરમેશ્વરની પાહે જાયી.
ક્યાક કોય પરમેશ્વરની કૃપા પામ્યા વગર રય નો જાય, કડવો છોડ મુળયેથી ઉગીને પોતાના ઝેર દ્વારા બીજાઓને નુક્સાન પુગાડે છે. તમારામાંનો કોય એના જેવો નો થાય ઈ હાટુ સાવધાન રયો.
તો પછી મસીહનું લોહી, જેણે પોતાની જાતને સનાતન આત્મા દ્વારા પરમેશ્વરની હામે નિર્દોષ બલિદાનની જેમ પુરે પુરૂ કરી દીધું, આપડા મનને જે આપડા કામો મોત તરફ લય જાય છે એનાથી શુદ્ધ કરશે, જેથી આપડે જીવતા પરમેશ્વરની સેવા કરી.