હવે જેથી કે, તમારે પરમેશ્વરની હારે એક સબંધ છે, એણે આપણને પોતાના બાળકોની જેમ અપનાવ્યા છે. તો પછી તમે નબળા અને કંગાળ બીજા શિક્ષણોના ચાકર બનવા હાટુ કેમ જાવ છો? શું તમારે બીજીવાર તેઓના જ ચાકર બનવાની ઈચ્છા છે?
ઈ હાટુ સાવધાન રયો, અને બોલનારાનો અવાજ હાંભળવાની ના નો પાડો, કેમ કે ઈઝરાયલનાં લોકોએ જઈ પૃથ્વી ઉપર પરમેશ્વર તરફથી બોલવાવાળાની વાતો નથી માની તઈ તેઓએ સજા મેળવી, ઈ હાટુ જો આપડે સ્વર્ગથી સેતવણી આપનારાની વાતો નય માની તો હાસી રીતે સજા ભોગવશુ.
એની હારે જે થાય છે ઈ દેખાય છે કે ઈ કેવતો હાસી છે કે, જે કુતરા જેવા છે જે પોતાની ઉલટી સાટવા હાટુ પાછો આવે છે અને ઈ ડુકરા જેવો છે; જેને ધોવામાં આવે છે અને ફરીથી કાદવમાં હુવે છે.