ઈ હાટુ હું તમને આ વાતો લખી રયો છું, એનાથી પેલા કે, હું તમારી પાહે આવું જેથી તમને સજા આપી મને મારા અધિકારોને દેખાડવાની જરુરનો પડે જે પરભુએ મને આપ્યુ, કેમ કે હું પોતાના અધિકારનો ઉપયોગ તમારા વિશ્વાસને મજબુત કરવા હાટુ માગું છું; નો તો નાશ કરવા હાટુ.
જો તુ વિશ્વાસી ભાઈઓ અને બહેનોને વારંવાર યાદ કરાવતો રેય, તો તું ઈસુ મસીહનો હારો સેવક બનય, અને તઈ તું સંદેશ અને હારા શિક્ષણથી મજબુત કરવામાં આવય, જે વચનનું તે હાસી રીતે પાલન કરયુ છે.
તુ પરમેશ્વરનાં વચનનો પરચાર કરવા હાટુ તૈયાર રે, જો પરીસ્થિતિ હારી હોય કે, ખરાબ હોય, પણ તારે લોકોને આ બતાવું જોયી કે, તેઓએ શું ખોટુ કરયુ છે, અને તેઓના પાપ હાટુ ધમકાવ, પણ જેમ તુ તેઓને પુરી રીતે ધીરજની હારે શિખવાડ છો, એમ તેઓને પ્રોત્સાહન પણ આપ.
ઈ હાટુ તિતસ હું ઈચ્છું છું કે, તુ ક્રીતના વિશ્વાસીઓને આ વાતો શીખવ, જે મે તને કીધી છે. હંમજાય અને જ્યાં જરૂરી હોય, ન્યા તેઓને સુધારો કરયા કર, તને એવુ કરવાનો અધિકાર છે નક્કી કર કે, જે કાય પણ તુ શિખવાડ છો, એને કોય નજર અંદાજ નો કરે.
ગવઢાં માણસોને શીખવાડ કે, તેઓ પોતે મનને કાબુમાં રાખનારા હોય, આવી રીતે વ્યવહાર હોવો જોયી જેથી લોકો તેઓને માન આપે, અને હમજદારીથી વ્યવહાર કરનારા, વિશ્વાસમા મજબુત હોવા જોયી, બીજા લોકોને હાસાયથી પ્રેમ કરવો જોયી, અને સહન કરવાની શક્તિ હોવી જોયી.