11 આવા લોકોને શિક્ષણ આપવાની પરવાનગી નો આપ, કેમ કે, જઈ તેઓ આ વાતુ શિખવે છે, જે તેઓએ શીખવવી જોયી નય, અને તેઓ પુરા વિશ્વાસી પરિવારને બરબાદ કરી નાખે છે. તેઓ આવું કરીને રૂપીયા કમાવાનું ઈચ્છે છે.
પગાર ઉપર રાખેલો મજુર, જ્યાં નાયડો આવતાં જોયો, તો ઈ ઘેટાને મુકીને ભાગી જાહે કેમ કે, ઈ તેઓને સરાવનારો નથી. અને ઘેટાઓ એના નથી. અને ઈ નાયડો ઘેટાઓને પકડવા હાટુ ભાગે છે, અને ઈ તેઓને વેર વિખેરી નાખે છે.
આપડે જાણી છયી કે, શાસ્ત્ર જે કાય કેય છે તેઓને જ કેય છે, જે શાસ્ત્રને આધીન છે ઈ હાટુ જેથી લોકોને બાના બનાવાથી રોકી હકે અને જગતના બધાય લોકો પરમેશ્વરની હામે ગુનાના જવાબદાર છે.
અને એની હારોહાર ઘરે-ઘરે ફરીને આળસુ થાવાનુ શીખે છે, અને ખાલી આળસુ જ નય, પણ બીજા લોકોની વિષે અફવા ફેલાવે છે; અને બીજાના કામમા માથું મારે અને એવી વાતો કેય છે જે એને નો કેવી જોયી.
અને જો કોય રંડાયેલ બાયુના બાળકો હોય, અથવા દીકરા દીકરીઓ હોય તો મસીહ વિશ્વાસી હોવાના કારણે તેઓ પેલા પોતાના પરિવારની દેખરેખ રાખે. એવુ કરીને તેઓ પોતાના માં-બાપ, દાદા-દાદી, અને આય-આપાના ઉપકારોને પાછા આપે છે. આ પરમેશ્વરને ગમે છે.
તેઓએ હાસાય ઉપર વિશ્વાસ કરવાનું છોડી દીધુ છે. ઈ એવુ કેય છે કે, પરમેશ્વરે પેલાથી જ વિશ્વાસીઓને મરેલામાંથી જીવતા અનંતજીવન હાટુ ઉપાડી લીધા છે, પરિણામ રૂપે ઈ થોડાક વિશ્વાસીઓને મસીહ ઉપર વિશ્વાસ કરવાથી રોકી રયા છે.
એનામાંથી કેટલાક તો એવા લોકો છે, જે બીજાના ઘરમાં સાનામના ઘરી જાય છે, અને ઈ મુરખ બાયુને પોતાની હારી વાતોમાં ભોળવી લેય છે, જે પોતાના પાપના ભારથી દબાયને બધીય પરકારની ભુંડાયના કબજામાં છે.
ઈમાનદારીથી આ સંદેશા પરમાણે કરવુ જોયી, જે વિશ્વાસ લાયક છે અને જે ઈ સિદ્ધાંતથી સહમત થાય છે, જે લોકોએ એને શીખવાડુ હતું, જેથી ઈ પોતાના હારા શિક્ષણ દ્વારા બીજાની મદદ કરશે અને તેઓને સુધારશે જે હારા શિક્ષણનો વિરોધ કરે છે.