8 એટલે કે, દેહિક રીતે જે જનમેલા છે તેઓ પરમેશ્વરનાં દીકરા નથી, પણ વચનના દીકરા જ ઈબ્રાહિમના વંશજો ગણાય છે.
“ઈબ્રાહિમ આપડો વડવો છે,” કેમ કે, હું તમને કવ છું કે, આ પાણામાંથી પરમેશ્વર ઈબ્રાહિમ હાટુ બાળકો પેદા કરી હકે છે.
તે પરમેશ્વરનાં સંતાન હતા. તેઓ સાધારણ માણસના જનમની જેમ કા માણસની ઈચ્છા પરમાણે જનમા નોતા. કા એક ધણીને બાપ બનવાની ઈચ્છાથી પણ નય.
કેમ કે, જેટલા પરમેશ્વરની આત્માથી દોરાય છે, ઈ જ પરમેશ્વરનાં દીકરાઓ છે.
પવિત્ર આત્મા પોતે જ આપડા આત્માની હારે સાક્ષી આપે છે કે, આપડે પરમેશ્વરનાં બાળકો છયી.
કેમ કે, સૃષ્ટિ મોટી આશાભરી નજરથી પરમેશ્વરનાં બાળકોને પરગટ થાવાની વાટ જોયા કરે છે.
વિશ્વાસના કારણે જ સારા ગયઢી થય ગય હતી; તો પણ બાળકોને પેદા કરવામાં સામર્થ્ય પામી, કેમ કે એને ખાતરી હતી કે, પરમેશ્વરે જે વાયદો કરયો છે એને પુરો કરશે.