ઈ હાટુ પસ્તાવો કરવાની લાયક ફળ લીયાવો, અને પોતપોતાના મનમાં એવું વિસારો કે, ઈબ્રાહિમ આપડો વડવો છે, કેમ કે, હું તમને કવ છું કે, પરમેશ્વર ઈબ્રાહિમ હાટુ આ પાણામાંથી બાળકો પેદા કરી હકે છે.
પણ એક જે ચાકરડીનો દીકરો, માણસ જાતિની ઈચ્છા પરમાણે કોય પણ સામાન્ય બાળકની જેમ પેદા થયો હતો, પણ ઈ દીકરો જે એની બયડીથી પેદા થયો હતો ઈ ઈબ્રાહિમની હારે પરમેશ્વરનાં વચનનું પાલન કરતાં થયો હતો.
કેમ કે, ખરેખર તો આપડે પરમેશ્વરનાં લોકો છયી, જે એના આત્માની દોરવણીથી ભજનકરનારા છયી અને મસીહ ઈસુ ઉપર અભિમાન કરનારા છયી અને આપડા પોતાના દેહની ઉપર ભરોસો નો રાખનારા, પણ હાસા સુન્નતી છયી.