33 જેમ શાસ્ત્રમા લખેલુ છે, જોવ હું સિયોનમાં એક એવો પાણો મુકુ છું જે લોકોને ઠેય ખવડાવીને પડવાનું કારણ બને છે, અને એવી ભેખડ જે લોકોને પાડશે અને જે એની ઉપર વિશ્વાસ કરશે, ઈ શરમાહે નય.
હે વિશ્વાસી ભાઈઓ અને બહેનો, જો હું હજી હુંધી સુન્નત કરવા વિષે શીખવતો હોઉં, તો હજી પણ મારી સતાવણી કેમ થાય છે? ઈ હાટુ થાય છે કે, વધસ્થંભનો મારો સંદેશો ઠોકરરૂપ નથી.
મારી બોવ ઈચ્છા અને આશા આ છે કે, હું કોય વાતોમાં આબરૂ વગરનો નો થાવ, પણ મને ઈસુ મસીહ વિષે બોલવાની હિંમત થાય, જેમ કે, મે પેલાના દિવસોમાં કરયુ હતું. ભલે હું જીવતો રવ કે, મરી જાવ, પણ હું મારા પુરા જીવનથી ઈસુ મસીહને માન આપતો રેય.
આ કારણથી હું આયા જેલખાનામાં પણ દુખ સહન કરું છું, પણ હું શરમાતો નથી કેમ કે, હું મસીહને ઓળખું છું જેની ઉપર મે વિશ્વાસ કરયો છે, અને મને પાકી ખાતરી છે કે, એના પાછા આવવાના વખત હુધી ઈ એની રખેવાળી કરશે જે એણે મને આપ્યુ છે.