એટલે શું? ઈ જ કે, ઈઝરાયલ દેશની પ્રજા જેને ગોતતી હતી, ઈ તેઓને મળ્યુ નય; પણ પરમેશ્વરે ગમાડેલાઓ એવા થોડાકને જ મળ્યુ છે પરમેશ્વરનાં આમંત્રણ સબંધી બાકીના બધાય બેરા બની ગયા.
શું આપડે અભિમાન કરી હકી છયી કે, આપડે પરમેશ્વર દ્વારા સ્વીકાર કરવા હાટુ કાક કરયુ છે. એની તો જગ્યા જ નથી. ક્યા નિયમનાં કારણથી? શું આ ઈ કારણ છે કે, આપડે નિયમશાસ્ત્રનું પાલન કરી છયી?, નય પણ વિશ્વાસના કારણે.
શું એનો અરથ આ છે કે, શાસ્ત્ર જે કેય છે ઈ એના વિરુધ છે જેનો વાયદો પરમેશ્વરે કરયો છે. નય! કોયદી નય! કેમ કે, જો કોય આવો નિયમ છે; જે માણસોને પરમેશ્વરની હામે હાસો ઠરાવી હકે, તો ઈ ન્યાયીપણાનું પાલન કરીને અનંતજીવન મેળવી હકે છે.