Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




રોમનોને પત્ર 9:30 - કોલી નવો કરાર

30 અમે જે કેયી છયી, એનુ મહત્વ આ છે બિનયહુદીઓ પોતાને પરમેશ્વરની હારે ન્યાયીપાણામાં લીયાવાની કોશિશ નોતા કરી રયા, તેઓને વિશ્વાસથી એની હારે ન્યાયીપણામાં લીયાવામાં આવ્યા.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




રોમનોને પત્ર 9:30
28 ပူးပေါင်းရင်းမြစ်များ  

કેમ કે, ન્યાયીપણું પામવા હાટુ હૃદયથી વિશ્વાસ કરવો પડે છે અને તારણ પામવા હાટુ મોઢેથી કબુલવુ પડે છે.


પાછો યશાયા આગમભાખીયો બોવ હિંમતથી કેય છે કે, જેઓ મને ગોતતા નોતા, તેઓને હું મળ્યો; જેઓ મને ગોતતા નોતા તેઓની હામે હું પરગટ થયો.


પણ જે ન્યાયીપણું વિશ્વાસથી મળે છે, ઈ એવું કેય છે કે, તુ તારા મનમાં નો કેય કે, સ્વર્ગમાં કોણ સડશે? એટલે કે, મસીહને નીસે લીયાવવા હાટુ;


પણ જો આપડા ખરાબ કામો પરમેશ્વરની ધાર્મિકતા ઠરાવી દેય છે, તો આપડે શું કેયી? શું આ કે, પરમેશ્વરને રિહ સડવી અને આપણને સજા દેવી ખોટુ છે?


અને ઈ સુન્‍નત વગરનો જ હતો. તઈ વિશ્વાસથી જે ન્યાયીપણુ એને મળ્યુ હતું, એની ઓળખાણ થાવા હાટુ ઈ સુન્‍નતની નિશાની પામ્યો, જેથી બધાય સુન્‍નત વગરના વિશ્વાસીઓનો ઈ વડવો થાય કે, તેઓની લેખે ઈ હોતન વિશ્વાસનું ન્યાયપણું ગણાય.


પરમેશ્વરે ઈબ્રાહિમ અને એના વંશજો હારે વાયદો કરયો કે, ઈ તેઓને આ જગત આપશે. ઈ વાયદો એટલા હાટુ નોતો કરવામા આવ્યો કેમ કે, ઈબ્રાહિમે નિયમશાસ્ત્રનું પાલન કરયુ, પણ પરમેશ્વરમાં એના વિશ્વાસના કારણે એને ન્યાયી જાહેર કરવામા આવ્યો.


એથી એનો વિશ્વાસ એને લેખે ન્યાયીપણાને અરથે ઠરાવ્યો.


તો આ આશીર્વાદિત વચન, શું સુન્‍નતી હાટુ જ છે, કે, બેસુન્‍નતી હાટુ હોતન? આપડે ઈ જ કેયી છયી જે શાસ્ત્ર કેય છે, ઈબ્રાહિમે વિશ્વાસ કરયો, અને પરમેશ્વરે એને પોતાની હારે ન્યાયી ઠરાવ્યો.


હવે જઈ આપણને વિશ્વાસ દ્વારા પરમેશ્વરની હારે હાસા રાખવામાં આવ્યા છે તો આપણને પરભુ ઈસુ મસીહના દ્વારા પરમેશ્વરની હારે શાંતિ છે.


તો આપડે આ વાતોના વિષે શું અનુમાન કરી? શું પરમેશ્વર અન્યાયી છે? કોયદી નય.


પણ ઈઝરાયલ દેશના લોકો, જેઓ મુસાના નિયમશાસ્ત્રનું પાલન કરીને પરમેશ્વરની હારે હાસા થાવાની કોશિશ કરતાં હતાં, ઈ ન્યાયી થાવામાં સફળ નો થયા.


ઈ હાટુ આપડે યહુદી વિશ્વાસી જાણી છયી કે, મુસાના નિયમનું પાલન કરીને કોય પણ માણસ પરમેશ્વરની નજરમાં ન્યાયી નથી ઠરતો. ઈ હાટુ ખાલી ઈસુ મસીહ ઉપર વિશ્વાસ કરવાથી ન્યાયી ઠરે છે; ઈ હાટુ તમે પણ ઈસુ મસીહ ઉપર વિશ્વાસ કરયો કે, આપડે મુસાના નિયમનું પાલન કરવાથી નય પણ મસીહ ઉપર વિશ્વાસ કરવાથી ન્યાયી ઠરી કેમ કે, શાસ્ત્રનું પાલન કરીને કોય પણ માણસ ન્યાયી નથી ઠરી હક્તો.


ઈ હાટુ મસીહના આવવા હુધી શાસ્ત્ર આપણને આપડીથી માહિતગાર કરવા હાટુ અને આપડી દેખરેખ કરવા હાટુ દેવામાં આવ્યું હતું, આગેવાની કરવા દ્વારા મદદ કરવા હાટુ હતું, જેથી આપડે ઈસુ મસીહમા વિશ્વાસ કરવા દ્વારા પરમેશ્વરની હામે ન્યાયી બની હકી.


શાસ્ત્રવચનમાં ઘણાય વખત પેલા આમ લખવામાં આવ્યું હતું કે, પરમેશ્વર બિનયહુદીઓને વિશ્વાસ દ્વારા ન્યાયી ઠરાયશે, ઈ થાવાને બોવ પેલાથી પરમેશ્વરે ઈબ્રાહિમને ઈ હાટુ હારા હમાસાર બતાવી દીધા હતા કે, તારી દ્વારા, આ જગતના બધીય જ જાતિના લોકો આશીર્વાદિત થાહે.


હું એવું કય હકુ છું કેમ કે, આપણે પવિત્ર આત્મા દ્વારા પુરી આશા છે કે, પરમેશ્વર આપણને ન્યાયી રૂપે અપનાયશે કેમ કે, આપડે મસીહ ઉપર વિશ્વાસ કરી છયી.


ઈ વખતે તમે મસીહ વગરના હતા. તમે પરદેશી હતા અને પરમેશ્વરનાં ગમાડેલા ઈઝરાયલ દેશના લોકોમાં તમારી ગણતરી કરવામાં આવતી નોતી. પરમેશ્વર પોતાના લોકોને આપેલાં વચનો ઉપર આધારિત કરારોમાં તમારે કોય લાગભાગ નોતો. તમે આ જગતમાં આશા રાખી અને પરમેશ્વર વગર જીવતા હતા.


અને એની હારે એકરૂપ થય જાવું, અને મારા ન્યાયીપણામાં મૂસાના નિયમશાસ્ત્રની આજ્ઞાઓનું પાલન કરવાનું કારણ નથી, પણ મસીહ ઉપર વિશ્વાસના લીધે જે ન્યાયપણું મને મળ્યું છે ઈ પરમેશ્વર ઉપર વિશ્વાસ કરવાથી મળ્યું છે.


પણ હે તિમોથી તુ પરમેશ્વરનો સેવક છે, તુ આ બધીય વસ્તુઓથી છેટો રેજે, અને એવુ જીવન જીવ, જેથી પરમેશ્વરને માન મળે. અને એની ઉપર ભરોસો રાખ, અને અંદરો અંદર પ્રેમ રાખ, અને બધીય વાતો મા ધીરજ અને નમ્રતાની હારે વ્યવહાર કર.


જઈ નૂહે જે બાબત હજી હુંધી જોય નોતી, ઈ વિષે સેતવણી પ્રાપ્ત કરીને અને પરમેશ્વરની બીક રાખીને, વિશ્વાસથી પોતાના પરિવારના તારણ હાટુ વહાણ તૈયાર કરયુ, જેથી એણે જગતને અપરાધી ઠરાવ્યું અને વિશ્વાસથી જે ન્યાયીપણું છે, એનો ઈ વારસ થયો.


કેમ કે, જેમ બિનયહુદીઓ જેમાં ખુશી મનાવે છે, ઈ પરમાણે કામ કરવામા તમે તમારા જીવનનો ભૂતકાળનો વખત વિતાવ્યો છે, ઈ ઘણુય છે, ઈ વખત તમે છીનાળવામાં, દેહિક ઈચ્છાઓમા, દારૂ પીવામાં, મોજ-શોખમાં અને ધિક્કારાયેલી મૂર્તિપૂજામા ગરક હતા.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ