પરમેશ્વરે સદોમ અને ગમોરા શહેરને દંડિત કરયા, અને એણે એવા ભસ્મ કરી દીધા કે ઈ હળગીને રાખ થય ગયા, એમણે એને એક દાખલો બનાવી દીધો કે, જે લોકો પરમેશ્વરનો અનાદર કરે એની હારે શું થાહે?
સદોમ અને ગમોરા અને એની આજુ-બાજુના શહેરોને યાદ કરો, જે ઈ જ રીતે છીનાળવા અને ભુંડા કામોમાં ગરક થયને અનંતકાળની આગમાં સજા સહન કરીને સેતવણી હાટુ નમુનારૂપે જાહેર થયા છે.