26 વળી જે જગ્યાએ તેઓને કેવામાં આવ્યું હતુ કે, “તમે મારી પ્રજા નથી.” ઈ જ જગ્યાએ, “તેઓ જીવતા પરમેશ્વરનાં દીકરાઓ કેવાહે.”
તઈ સિમોન પિતરે જવાબ આપતા કીધુ કે, “તમે મસીહ, જીવતા પરમેશ્વરનાં દીકરા છો.”
અને ખાલી યહુદી જાતિના લોકો હાટુ નય, પણ ઈ પરમેશ્વરનાં બધાય લોકોની હાટુ પણ મરશે, જે આ જગતમાં વેરાયેલા છે, જેથી તેઓ ભેગા કરી હકે.
કેમ કે, જેટલા પરમેશ્વરની આત્માથી દોરાય છે, ઈ જ પરમેશ્વરનાં દીકરાઓ છે.
પવિત્ર આત્મા પોતે જ આપડા આત્માની હારે સાક્ષી આપે છે કે, આપડે પરમેશ્વરનાં બાળકો છયી.
કેમ કે, સૃષ્ટિ મોટી આશાભરી નજરથી પરમેશ્વરનાં બાળકોને પરગટ થાવાની વાટ જોયા કરે છે.
હું તમારો બાપ થાય, અને તમે મારા દીકરા-દીકરીઓ થાહો, આયા સર્વસમર્થ પરભુ પરમેશ્વર કેય છે.”
તમે બધાયે મસીહમાં જળદીક્ષા લીધી અને મસીહના જીવન પરમાણે હાલો છો. ઈ હાટુ તમે બધાય ઈસુ મસીહ ઉપર વિશ્વાસ કરવાના કારણે પરમેશ્વરનાં દીકરા થય ગયા છો.