21 શું કુંભારને ગારા ઉપર અધિકાર નથી કે, ઈ ગારાના લોંદામાંથી એક વાસણ ખાસ પરસંગ હાટુ અને બીજુ વાસણ સામાન્ય ઉપયોગ હાટુ ઘડે.
પણ પરભુ ઈ એને કીધું કે, “તુ જાય, કેમ કે એને તો બિનયહુદી જાતિના લોકો, રાજાઓ અને ઈઝરાયલ દેશના લોકોને આગળ મારી સેવા કરવા હાટુ ગમાડયા છે.
અને બેયમાંથી એક દીકરાને પરમેશ્વરનાં ઈરાદા પરમાણે ગમાડેલો હતો એવી ખબર પડે ઈ હાટુ એણે એને કીધું કે, “મોટો દીકરો નાના દીકરાની સેવા કરશે.”
ઈ હાટુ ઈ ઈચ્છે એની ઉપર દયા કરે છે; અને ઈ ઈચ્છે એને હઠીલો કરે છે.
પણ ભલા માણસ, તુ વળી કોણ છો કે, પરમેશ્વરને હામે સવાલ કરશો? તે મને આવુ કેમ બનાવ્યું? આવુ ગારાનું વાસણ પોતાના બનાવનારને કય હકે નય.