ક્દાસ તમે એવુ વિસારો છો કે, તમે એવા લોકોની ઉપર ગુનો લગાડી હકતા હોવ, પણ તુ જે બીજાની ઉપર ગુનો લગાડ છો, તુ કોય બહાનુ કાઢી હકય નય કેમ કે, જે વાતોમાં તુ બીજા ઉપર ગુનો લગાડ છો, ઈજ વાતમાં પોતાની જાતને પણ ગુનેગાર ઠેરાવ છો, ઈ હાટુ કે, તુ જે ગુનો લગાડ છો, પોતે ઈજ કામ કર છો.
રૂપિયાવાળાના ઘરમાં ખાલી હોના ચાંદીના વાસણો રેય છે, એવુ નથી, પણ લાકડાના અને માટીના પણ વાસણો રેય છે, કેટલાક વાસણો ખાસ અવસરો હાટુ, અને કેટલાક વાસણો દરોજ ઉપયોગ કરવા હાટુ હોય છે.
સ્થાનિક મંડળીમાં ચાકરને શીખવ કે, ઈ સદાય પોતાના માલિકોની આજ્ઞાઓનું પાલન કરે. તેઓને એવુ જ કરવાનું કે, જે તેઓના માલિકોને રાજી કરે, અને તેઓ એના કામો વિષે હામું બોલે નય.