હું, માણસનો દીકરો મરી જાવ કેમ કે, આ શાસ્ત્રમા લખ્યું છે. પણ ઈ માણસને અફસોસ જે મને પકડાવી દેવામાં મદદ કરે છે. જો ઈ જનમો નો હોત તો ઈ માણસ હાટુ હારું હોત.”
જઈ કોયનું પરીક્ષણ થાય, તઈ ઈ એમ નો કેય કે, મારું પરીક્ષણ પરમેશ્વર તરફથી થાય છે, કેમ કે, પરમેશ્વર ક્યારેય પણ કોય ખોટા કામોમાં લાલસી નથી હોતા અને પરમેશ્વર કોયનું પરીક્ષણ કરતાં નથી.
પણ કોય કય હકે છે કે, “તમને વિશ્વાસ છે, અને હું ભલા કામો કરું છું હું કવ છું કે, તમે ભલા કામો કરયા વગર તમે ખરેખર સાબિત કરો કે, તમે ઈસુ ઉપર વિશ્વાસ કરો છો અને હું તમને પોતાના ભલા કામોથી આ સાબિત કરય કે, હું ખરેખર ઈસુ ઉપર વિશ્વાસ કરું છું”