શું તમે શાસ્ત્રનો ઈ ભાગ નથી વાસો જે મસીહની હરખામણી એક ખાસ પાણાથી કરે છે? ઈ કેય છે કે, “જે પાણાને કડીયાઓએ ફેકી દીધો, ઈજ પાણો છે જે આખાય ઘરમાં બધાયથી ખાસ પાણો બની ગયો.
જો કોય પણ મારી પાહે આવે જે એના બાપને, માંને, બાયડીને, બાળકોને, ભાઈઓને અને બહેનોને મારા કરતાં વધારે પ્રેમ કરે છે, ઈ મારો ચેલો નો થય હકે. ઈ પોતાની જાતને પ્રેમ કરે એના કરતાં વધીને મને પ્રેમ કરવો જોયી.