અને ઈ બધીય વાતો સિવાય, અમારી અને તમારી વસ્સે એક મોટી ખાય બનાવી દીધી છે કે, જે કોય માણસ ન્યા જાવા ઈચ્છે, તોય ઈ નો આવી હકે, અને કોય માણસ ત્યાંથી આયા અમારી પાહે નો આવી હકે.
ખાલી આજ નય, પણ જઈ આપડે મુશ્કેલીઓમાં હોયી તઈ પણ આનંદ કરી હકી છયી કેમ કે, આપડે જાણી છયી કે, કેમ કે, આપડે દુખ ઉપાડી છયી. તો હારી રીતે ધીરજ રાખવાનું શીખી છયી.