પરમેશ્વરનાં રાજમાં, ખાવું પીવું મહત્વનું નથી, મહત્વની વાતો ઈ છે કે, પરમેશ્વરની હારે હારું જીવન જીવવું, પવિત્ર આત્મામાં શાંતિ અને આનંદ મળે છે જે પવિત્ર આત્મા આપે છે.
કેમ કે, જઈ આપડે આપડા પાપી સ્વભાવના કાબુમાં હતાં, તો નિયમશાસ્ત્ર દ્વારા જાગેલી પાપીલી ઈચ્છાઓ આપડા દેહમાં કામ કરી રય હતી ઈ મોતનુ ફળ લીયાવવા હાટુ આપડી અંદર કામ કરતી હતી.
કેમ કે, પાપીલા સ્વભાવ દ્વારા કાબુમાં રેવું પરમેશ્વરથી વેર રાખવું છે કેમ કે, નો ઈ પરમેશ્વરનાં નિયમશાસ્ત્રને આધીન છે, અને એના નિયમોનું પાલન નથી કરી હક્તા.