શાસ્ત્રવચનમાં ઘણાય વખત પેલા આમ લખવામાં આવ્યું હતું કે, પરમેશ્વર બિનયહુદીઓને વિશ્વાસ દ્વારા ન્યાયી ઠરાયશે, ઈ થાવાને બોવ પેલાથી પરમેશ્વરે ઈબ્રાહિમને ઈ હાટુ હારા હમાસાર બતાવી દીધા હતા કે, તારી દ્વારા, આ જગતના બધીય જ જાતિના લોકો આશીર્વાદિત થાહે.
હું પાઉલ, આ પત્ર લખી રયો છું, હું પરમેશ્વરનો સેવક અને ઈસુ મસીહનો ગમાડેલો ચેલો છું મને પરમેશ્વરે ગમાડેલા લોકોના વિશ્વાસને મજબુત અને હાસા શિક્ષણોને જાણાવામાં મદદ કરવા હાટુ મોકલ્યો છે, જેથી ઈ એવુ જીવન જીવે જે પરમેશ્વરને રાજી કરે છે.
પરમેશ્વર બાપે ઘણાય વખત પેલા જ તમને પોતાના લોકો થાવા હાટુ અને પવિત્ર આત્માના કામો દ્વારા પવિત્ર કરવા હાટુ ગમાડીયા છે, એણે એવુ ઈ હાટુ કરયુ કે, જેથી તમે ઈસુ મસીહની આજ્ઞા પાલન કરશો અને એના લોહીથી શુદ્ધ થય હકશો, હું પ્રાર્થના કરું છું કે, પરમેશ્વર તમને કૃપા અને ખુબ શાંતિ આપે.