કેમ કે, પરમેશ્વરે જગતના લોકોથી એટલો પ્રેમ કરયો કે, એણે પોતાનો એકનો એક દીકરો આપી દીધો, જેથી જે કોય એની ઉપર વિશ્વાસ કરે, એનો નાશ નો થાય, પણ ઈ અનંતકાળનું જીવન પામે.
અને આપડે જાણી છયી કે, પરમેશ્વર ઈ લોકોની હાટુ બધીય વસ્તુઓને એક હારા અંત ઉપર લીયાવે છે જે એને પ્રેમ કરે છે એટલે કે, તેઓના હાટુ, જેને એણે પોતાની ઈચ્છા પરમાણે ગમાડીયા છે.
કેમ કે, બધાય દુખ જે આપણે સહન કરયા ઈ તમારા લાભ હાટુ છે, જેથી વધારેને વધારે લોકોને ખબર પડી જાહે કે, પરમેશ્વર કેટલો કૃપાળુ છે, અને બોવ બધા લોકો એને માન અને મહિમા આપશે.
આપણને દુખી કરવામાં આવ્યા, પછી પણ આપણે સદાય રાજી થાયી છયી, આપડે પોતે તો કંગાળ છયી પણ બીજા ઘણાયને આત્મિક રીતેથી રૂપીયાવાળા બનાવી દેય છે, માનો આપડી પાહે કાય પણ નથી તોય આપડી પાહે બધીય વસ્તુ છે.
પ્રેમ ખરેખર ઈ નથી કે, આપડે પરમેશ્વરને પ્રેમ કરયો પણ ખરેખર પ્રેમ આજ છે કે, પરમેશ્વરે આપણને પ્રેમ કરયો અને આપડા પાપોને છેટા કરવા હાટુ એણે પોતાના એકનાં એક દીકરાને બલિદાન થાવા હાટુ જગતમાં મોકલ્યો.