31 તો આપડે આ વાતોના વિષે શું કેયી? જઈ પરમેશ્વર આપડા પક્ષમાં છે, તો આપડો વેરી કોણ થય હકે છે?
“જોવ, એક કુવારી ગર્ભવતી થાહે અને ઈ દીકરાને જનમ દેહે, અને એનુ નામ ઈમ્માનુએલ રાખવામાં આયશે” જેનો અરથ ઈ છે કે, પરમેશ્વર આપડી હારે છે.
પણ જો આપડા ખરાબ કામો પરમેશ્વરની ધાર્મિકતા ઠરાવી દેય છે, તો આપડે શું કેયી? શું આ કે, પરમેશ્વરને રિહ સડવી અને આપણને સજા દેવી ખોટુ છે?
તો માણસદેહે આપડા વડવા ઈબ્રાહિમને જે મળ્યુ, એની વિષે આપડે શું કેયી?
હે મારા વાલા બાળકો, તમે પરમેશ્વરનાં લોકો છો અને ખોટા આગમભાખીયાઓ ઉપર જય મેળવી છે, કેમ કે, પવિત્ર આત્મા જે તમારામા છે, ઈ શેતાનથી મોટી છે, જે જગતમાં છે.