Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




રોમનોને પત્ર 8:26 - કોલી નવો કરાર

26 આ પરકારે પવિત્ર આત્મા પણ આપડી મદદ કરે છે, જઈ પરમેશ્વરમાં આપડો ભરોસો નબળો છે. કેમ કે, આપડે નથી જાણતા કે, પ્રાર્થના કય રીતે કરવી જોયી પણ પવિત્ર આત્મા આપડી હાટુ નિહાકા નાખીને પ્રાર્થના કરે છે જેને શબ્દોમાં કય હકાતું નથી.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




રોમનોને પત્ર 8:26
33 ပူးပေါင်းရင်းမြစ်များ  

કેમ કે, જે બોલશે તે તમે નથી, પણ તમારા થકી પવિત્ર આત્મા બોલશે.


ઈસુએ તેઓને કીધુ કે, “તમે નથી જાણતા કે, શું માગો છો? શું તમે સતાવણી સહન કરવા હાટુ તૈયાર છો કેમ કે, હું જલ્દી જ સતાવવામાં આવય? શું તમે મરવા હાટુ તૈયાર છો? કેમ કે મને જલ્દી જ મારી નાખવામાં આયશે”


અને ઈસુ ખુબ પીડાતો હતો, ઈ હાટુ એણે બોવ આગ્રહથી પ્રાર્થના કરી. એનો પરસેવો લોહીના મોટા ટીપાની જેમ જમીન ઉપર પડતા હતા.


હું બાપને પ્રાર્થના કરય, અને ઈ તમને એક મદદગાર દેહે કે, ઈ સદાય તમારી હારે રેહે.


હવે નબળાઓની નબળાયને હલાવી લેવી અને પોતાની ખુશી પરમાણે નો કરવુ, ઈ આપડે મજબુતોની ફરજ છે.


હું કેવો દુખી માણસ છું! મને આ મોતના દેહથી કોણ છોડાયશે?


કેમ કે, ફરીથી બીક લાગે એવો ગુલામીનો આત્મા તમને મળ્યો નથી; પણ તમને ખોળે બેહાડેલા દીકરાની જેમ આત્મા મળ્યો છે જેને લીધે આપડે હે બાપ, હે અબ્બા કયને હાંક મારી છયી.


કેમ કે અમારું જે ઘર સ્વર્ગમાં છે એને મેળવવાની વધુ આશા રાખીને અમે આ માંડવારૂપી ઘરમાં નિહાહો નાખી છયી.


આપડે આ પૃથ્વી ઉપરનાં ઘરમા રેતી વખતે બોજાના લીધે દુખ સહન કરી છયી. કેમ કે, આપડે આ પૃથ્વી ઉપરનાં દેહિક જીવનને છોડવા નથી માગતા પણ પરમેશ્વર આપણને સ્વર્ગીય દેહ આપે એની ઈચ્છા રાખી છયી, જેથી આ દેહિક જીવન જેનું મરણ થાવાનું છે ઈ અનંતકાળના જીવનમાં ભળી જાહે.


કેમ કે, આપડે એના દીકરા છયી ઈ હાટુ કે, પરમેશ્વરે પોતાના દીકરાનાં આત્માને આપડા હૃદયમાં મોકલ્યો છે, જે આત્મા પરમેશ્વરને “હે અબ્બા, હે બાપ” કયને હાંક મારે છે.


મસીહે આપડી હાટુ જે કરયુ છે, એના કારણે હવે આપડે બધાય ઈ એક પરમેશ્વરની આત્મા દ્વારા પરમેશ્વર બાપની પાહે આવી હકી છયી.


અને દરેક વખતે અને દરેક પરકારે આપડે એવી જ રીતે પ્રાર્થના કરવી જોયી જેમ પવિત્ર આત્મા દોરવણી કરે છે, અને વિનવણી કરતાં રયો, અને જાગતા રયો કે, બધાય પવિત્ર વિશ્વાસી લોકોની હાટુ સદાય વિનવણી કરો,


કેમ કે, આપડા આયા મોટો પ્રમુખ યાજક આપડી દરેક નબળાય ઉપર દયા કરે છે, પણ ઈ એક જ છે, જે આપડી જેમ દરેક વાતોમાં પરીક્ષણમાં પડયો તોય એણે કોય પાપ કરયુ નય.


ઈ પોતે પણ નબળાયુથી ઘેરાયેલો છે. જેથી ઈ અજ્ઞાનીઓ હારે દયાભાવથી વરતી હકે છે.


તમે માગો છો તો પણ તમને મળતું નથી કેમ કે, તમે ભુંડી ઈચ્છાથી માગો છો, જેથી પોતાના મોજ મજામા ઉડાવી દયો.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ