20 કેમ કે, જે કાય પણ પરમેશ્વરે બનાવ્યુ એણે પોતાની કિંમત ખોય નાખી, ઈ હાટુ નય કે, ઈ પોતે જ એવુ ઈચ્છતા હતાં, પણ ઈ હાટુ કે, પરમેશ્વરે એવુ કરયુ પણ તોય આશા છે.
હવે જઈ પરમેશ્વરે આપણને બસાવ્યા છે, તો આપડી પાહે ઈ આશા છે પણ જઈ તમે કાક મેળવવાની ઈચ્છા કરી રયા છો જે તમારી પાહે પેલાથી જ છે, તો ઈ આશા નથી કોય પણ ઈ વસ્તુને મેળવવાની ઈચ્છા નથી કરતો જે એની પાહે પેલાથી જ હોય.