12 એથી વિશ્વાસી ભાઈઓ અને બહેનો, આપડે ઋણી છયી, પણ દેહ પરમાણે જીવવા હાટુ દેહના ઋણી નથી.
જેમ અમે બીજાઓના ગુનાઓ માફ કરયા છે, એમ જ તમે અમારા ગુનાઓ માફ કરો.
અને જો પરમેશ્વરનો આત્મા જેણે ઈસુને મરણમાંથી જીવાડ્યો, તમારામા વસેલો છે, તો એણે મસીહને મરણમાંથી જીવતો કરયો ઈ તમારા મોત પામનાર દેહને પણ પોતાની આત્મા દ્વારા જે તમારામા રેય છે ઈ જીવાડશે.
કેમ કે, જો તમે દેહ પરમાણે જીવો છો તો મરશો જ; પણ જો તમે આત્માથી દેહના કામોને મારી નાખશો તો તમે જીવશો.