Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




રોમનોને પત્ર 7:7 - કોલી નવો કરાર

7 તો આપડે શું કેયી? શું નિયમ પાપ છે, નય! કઈયેય નય! પણ નિયમ દ્વારા હું પાપને જાણી હક્યો, મે જાણ્યું કે, “લાલસ કરાવી પાપ છે કેમ કે, શાસ્ત્રમાં લખેલ છે કે, લાલસ કરવી નય” તો હું આ નો જાણી હક્યો હોત કે, લાલસ કરવી ખોટુ છે.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




રોમનોને પત્ર 7:7
30 ပူးပေါင်းရင်းမြစ်များ  

પણ હું તમને કવ છું, કે બાય ઉપર જે કોય ખોટી નજરથી જોય છે, એને પેલાથી જ એની હારે પોતાના મનમાં છીનાળવા કરયા છે.


અને ઈસુએ તેઓએ કીધું કે, “સાવધાન રયો, અને બધાય પરકારની લાલસ પણાથી પોતાની જાતને બસાવી રાખો; કારણ કે, કોયનું જીવન એની મૂડીના વધારાથી નથી હોતું.”


માલીક આયશે અને ખેડુતોનો નાશ કરશે, અને દ્રાક્ષાવાડી બીજાઓને હોપશે. લોકોએ આ હાંભળીને કીધું કે, “પરમેશ્વર આવું નો કરવું જોયી.”


મે કોયનાં હોના, સાંદી કે લુંગડાની લાલચ નથી કરી.


કેમ કે, મૂસાના શાસ્ત્રમાં ઘણીય બધીય આજ્ઞાઓ છે જેમ કે, છીનાળવા નો કરવા, ખૂન નો કરવુ, સોરી નો કરવી, લોભ નો કરવો, અને એને છોડી અને કોય પણ આજ્ઞા હોય તો બધાયનો નિસોડ આ આજ્ઞાઓમાં જોવા મળે છે, તારા પાડોશી ઉપર પણ એવો પ્રેમ રાખ, જેમ તુ પોતાની જાત ઉપર પ્રેમ રાખ છો.


કેમ કે, શાસ્ત્રનું પાલન કરવાથી કોય પણ માનસ પરમેશ્વરની હારે હાસા નય ઠરે એટલે કે, મુસાનું શાસ્ત્ર આપણને દેખાડે છે કે, આપડે પાપી છયી.


પણ જો આપડા ખરાબ કામો પરમેશ્વરની ધાર્મિકતા ઠરાવી દેય છે, તો આપડે શું કેયી? શું આ કે, પરમેશ્વરને રિહ સડવી અને આપણને સજા દેવી ખોટુ છે?


તો માણસદેહે આપડા વડવા ઈબ્રાહિમને જે મળ્યુ, એની વિષે આપડે શું કેયી?


પરમેશ્વર એની ઉપર ગુસ્સો કરે છે જે શાસ્ત્રને પુરી રીતેથી નથી માનતા. અને જ્યાં શાસ્ત્ર જ નથી ન્યા શાસ્ત્રનો કોય ભંગ પણ થાતો નથી.


વળી ગુનાઓ વધારે થાય ઈ હાટુ શાસ્ત્ર આવ્યું, પણ જ્યાં પાપ વધારે થયુ, ન્યા એની કરતાં વધારે કૃપા થય.


તો શું આપડે શાસ્ત્રને નય, પણ પરમેશ્વરની કૃપાને આધીન છયી, ઈ હાટુ શું આપડે પાપ કરતુ રેવું? ના કોયદી નય.


કેમ કે, પાપે તક ગોતીને આજ્ઞા દ્વારા મને દગો આપ્યો અને એની જ દ્વારા મને મારી પણ નાખ્યો.


તો શું નિયમશાસ્ત્ર જે હારું હતું, મારા મોતનુ કારણ બન્યું છે? નય! કોયદી નય! પણ આ પાપ હતું જેણે એવુ કરયુ. પાપે ઈ જ નિયમશાસ્ત્રનો જે હારું હતું ઉપયોગ કરયો અને મારી હાટુ મોત લયને આવ્યું. આવી રીતે પાપે દેખાડયુ કે, ઈ ખરેખર શું છે, અને આજ્ઞાએ દેખાડ્યું કે, પાપ પુરી રીતે ખરાબ છે.


કેમ કે, જઈ આપડે આપડા પાપી સ્વભાવના કાબુમાં હતાં, તો નિયમશાસ્ત્ર દ્વારા જાગેલી પાપીલી ઈચ્છાઓ આપડા દેહમાં કામ કરી રય હતી ઈ મોતનુ ફળ લીયાવવા હાટુ આપડી અંદર કામ કરતી હતી.


પણ પાપે આ આજ્ઞાનો ઉપયોગ કરીને બધાય પરકારની લાલસ ઉત્પન્ન કરી કેમ કે, નિયમશાસ્ત્ર વગર પાપ મરેલ છે.


મોતનો ડંખ પાપ છે, અને પાપનું સામર્થ્ય નિયમ છે.


જેમ પવિત્ર લોકોને લાયક છે, એવા તમારામાં છીનાળવા, અને કોય પરકારના ખરાબ કામ, કે લોભની વાતસીત પણ નો હોય.


ઈ હાટુ ખરાબ કામોને બંધ કરી દયો જે તમારા પાપી સ્વભાવ હારે જોડાયેલા છે, જેમ કે, સોરી છીનાળવા, મેલા કામો, ભુંડી ઈચ્છાઓ, ખરાબ લાલસ અને લોભ જે મૂર્તિપૂજાની જેમ છે.


અને ઈ લોકોની જેમ નો કરો જે પરમેશ્વરને નથી ઓળખતા કેમ કે, તેઓ પોતાની ભુંડી ઈચ્છાઓ પરમાણે કરે છે.


ઈ હાટુ કે, મુસાના નિયમથી કાય પણ પુરે પુરૂ થયું નથી, અને એની જગ્યાએ આપણને એક ખાસ આશા આપવામાં આવી, જે ઈસુ મસીહમાં છે, જેના દ્વારા આપડે પરમેશ્વરની પાહે જય હકી છયી.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ