Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




રોમનોને પત્ર 7:6 - કોલી નવો કરાર

6 પણ આપડે ઈ નિયમશાસ્ત્રના હાટુ મરી ગયા જેણે એકવાર આપણને બાંધી લીધા હતા. હવે નિયમશાસ્ત્રથી એવી રીતે છૂટી ગયા, કે હવે આપડે પરમેશ્વરની સેવા જુની રીતે લખેલ નિયમશાસ્ત્રને માનવાથી નથી કરતાં પણ આત્મામાં રેવા દ્વારા નવી રીતેથી કરી છયી.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




રોમનોને પત્ર 7:6
24 ပူးပေါင်းရင်းမြစ်များ  

પરમેશ્વર, જેની સેવા હું પોતાના પુરા હૃદયથી એના દીકરાના વિષે માણસોને હારા હમાસારનો પરચાર કરું છું, ઈજ મારી સાક્ષી છે કે, હું પોતાની પ્રાર્થનાઓમાં તમને લોકોને સદાય યાદ કરું છું


આ જગતના રીતી-રિવાજોનું અનુસરણ નો કરો, પણ પોતાના મનને પુરેપુરા પરિવર્તન દ્વારા તમારો વ્યવહાર પણ બદલતો જાય, જેથી તમે પરમેશ્વરની હારી અને ગમતી, અને પુરેપુરી ઈચ્છા જાણી હકો.


એવી રીતે તમે પણ પોતાના પાપની તાકાતને મરેલી હમજો, પણ પરમેશ્વરની હાટુ મસીહ ઈસુમાં તમે પરમેશ્વરની સેવા કરવા હાટુ જીવો છો.


હું દરોજના જીવનમાંથી એક દાખલાનો ઉપયોગ કરીને કવ છું જેવી રીતે તમે પોતાના દેહના અંગોને અશુદ્તા અને પાપી કામોના ગુલામ કરીને હોપી દીધા હતાં, એવી જ રીતે હવે પોતાના અંગોને પવિત્રતાની હાટુ ન્યાયી જીવન જીવવા હાટુ હોપી દયો.


નય! કઈયેય નય! આપડે પાપની હાટુ મરી ગયા છયી અને એટલે આપડે પાપીલા કામ કરવાનું સાલું નો રાખવું જોયી.


પણ હવે પાપથી મુક્ત થયને અને પરમેશ્વરનાં સેવક બનીને હવે તમે એવા કામો કરો છો જે પવિત્રતાની બાજુ લય જાય છે, અને એનો અંત અનંતકાળનું જીવન મળે છે


ઈ હાટુ જઈ આપડે જળદીક્ષા લીધી તો ઈ એવુ હતું કે, જેમ આપડે મસીહની હારે મરી ગયા અને એની હારે દાટીદેવામાં આવ્યા, જેથી જેમ મસીહ પરમેશ્વર બાપની મહિમા દ્વારા મરણમાંથી જીવતો કરવામા આવ્યો, એમ જ આપડે પણ એક નવુ જીવન જીવશુ.


વિશ્વાસી ભાઈઓ અને બહેનો, તમે જેઓ શાસ્ત્રને જાણો છો એને હું કવ છું કે, માણસ જીવે ન્યા હુધી ઈ શાસ્ત્રની આધીન રેય છે.


કેમ કે, જે બાયને ઘરવાળો છે, ઈ જીવે ન્યા હુધી નિયમથી એની હારે બંધાયેલી રેય છે, પણ જો એનો ઘરવાળો મરી જાય, તો ઈ એના ઘરવાળાના નિયમમાંથી છૂટી જાય છે.


તો વિશ્વાસી ભાઈઓ અને બહેનો, જઈ તમે મસીહની હારે મરી ગયા છો તો તમે નિયમશાસ્ત્રના અધિકાર હાટુ મરી ગયા, હવે તમે એના છો જે મોતમાંથી જીવતો થયો, જેથી તમે પરમેશ્વર હાટુ ફળવંત જીવન જીવી હકો.


જેણે આપણને નવા કરારના ચાકર થાવા લાયક બનાવ્યા છે, આ કરારમાં લખેલુ મુસાના નિયમ પરમાણે નથી, પણ પવિત્ર આત્મા પરમાણે છે, કેમ કે, લખેલુ છે કે, મુસાના નિયમનું પાલન નય કરવાનું પરિણામ મરણ છે, પણ પવિત્ર આત્મા જીવન આપે છે.


ઈ હાટુ જો કોય મસીહ ઉપર વિશ્વાસ કરે છે, તો ઈ નવી રસના બની જાય છે. જુની વાતો પુરી થય ગય છે, જોવો, ઈ બધાય નવા થય ગયા છે.


પણ મસીહે આપણને ઈ હરાપથી બસાવ્યા છે, જે શાસ્ત્ર લાવે છે. જઈ વધસ્થંભ ઉપર મસીહનું મોત થયુ, તો એણે આપડા પાપોની હાટુ પોતાની ઉપર હરાપને લય લીધા. કેમ કે, શસ્ત્રમાં લખ્યું છે કે, “જે કોય પણ વધસ્થંભ ઉપર મરી જાય તે હરાપિત છે.”


કેમ કે, નો સુન્‍નત, અને નો બેસુન્ન્ત કાય મહત્વની નથી, પણ મહત્વનું ઈ છે કે, શું આપડે નવી રસનામાં પરિવર્તન થયા છયી.


અને એણે તમને એક નવા માણસ બનાવ્યા છે. આ નવા માણસને પરમેશ્વરની હરખા થાવા હાટુ બનાવવામાં આવ્યા છે, એટલે એને ખરેખર ન્યાયી અને પવિત્ર થાવા હાટુ બનાવ્યા છે.


કેમ કે, ખરેખર તો આપડે પરમેશ્વરનાં લોકો છયી, જે એના આત્માની દોરવણીથી ભજનકરનારા છયી અને મસીહ ઈસુ ઉપર અભિમાન કરનારા છયી અને આપડા પોતાના દેહની ઉપર ભરોસો નો રાખનારા, પણ હાસા સુન્‍નતી છયી.


અને હવે તમે એક નવા માણસ બની ગયા છો. પરમેશ્વરે તમને એક નવો માણસ બનાવ્યો છે. ઈ તમે વધારેને વધારે પોતાની જેવો બનાવી રયો છે એટલે એને વાસ્તવમાં જાણશો.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ