3 પણ એનો ઘરવાળો જીવતો હોય, તઈ જો ઈ બીજા માણસની હારે રેય, તો એણે છીનાળવુ કરયુ ગણાય, પણ જો એનો ઘરવાળો મરી જાય, તો ઈ નિયમથી છુટ્ટી થય છે અને જો ઈ બીજા માણસની હારે પવણે, તો ઈ છીનાળ ગણાય નય.
પણ હું તમને કવ છું, કે “છીનાળવાના કારણ વગર બીજા કોય કારણને લીધે જે કોય પોતાની બાયડીને મુકીને બીજી બાય હારે લગન કરે, તો ઈ છીનાળવા કરે છે; અને જો કોયે મુકી દીધેલી બાય હારે લગન કરે તો ઈ હોતન છીનાળવા કરે છે.”
તો વિશ્વાસી ભાઈઓ અને બહેનો, જઈ તમે મસીહની હારે મરી ગયા છો તો તમે નિયમશાસ્ત્રના અધિકાર હાટુ મરી ગયા, હવે તમે એના છો જે મોતમાંથી જીવતો થયો, જેથી તમે પરમેશ્વર હાટુ ફળવંત જીવન જીવી હકો.