પણ મને પોતાના દેહના અંગોમાં બીજા પરકારના નિયમશાસ્ત્રની આજ્ઞા જોવા મળે છે, મારું મન જે નિયમશાસ્ત્રને હાસુ માને છે એનાથી બાધે છે અને આ મને પાપનો કેદી બનાવે છે જે મારા દેહમાં કામ કરે છે.
ઈ હાટુ એણે, બધી બાબતોમાં પોતાના ભાઈઓના જેવા થાવુ જરૂરી હતું કે, લોકોના પાપો હાટુ માફીના અરથે ઈ પરમેશ્વર તરફની બધીય બાબતો વિષે તેઓ દયાળુ અને વિશ્વાસુ પ્રમુખ યાજક થાય.
તેઓ એને કેય છે કે એને જે હારું લાગે એવુ કરવા હાટુ ઈ સ્વતંત્ર છે પણ તમે પોતે ચાકર છો જેને આજ્ઞાનું પાલન કરવુ જોયી. જે કાય પણ એનુ ભુંડુ મગજ એને કરવા હાટુ બતાવે છે. પાક્કી રીતે માણસ એનો ગુલામ હોય છે જે વાત એને કાબૂમા કરે છે.