18 કેમ કે, હું જાણુ છું કે, મારામાં એટલે કે મારો પાપીલો માનવીય સ્વભાવમાં કોય પણ હારી વસ્તુ રેતી નથી, હારા કામો કરવા હાટુ ઈચ્છા તો મારામાં છે પણ એને કરવુ મારાથી થય નથી હકતું.
જો કોય માણસમાંથી જનમ લીધો હોય તો ઈ માણસ માણસની જાત છે. પણ જે કોય પરમેશ્વરની આત્માના કામો દ્વારા જનમ થાય તો પોતાના બાળકોને જીવન આપે છે. તો પણ ફક્ત પરમેશ્વરનો આત્મા તમને પરમેશ્વરનાં બાળકોની જેમ બદલી હકે છે.
કેમ કે, જઈ આપડે આપડા પાપી સ્વભાવના કાબુમાં હતાં, તો નિયમશાસ્ત્ર દ્વારા જાગેલી પાપીલી ઈચ્છાઓ આપડા દેહમાં કામ કરી રય હતી ઈ મોતનુ ફળ લીયાવવા હાટુ આપડી અંદર કામ કરતી હતી.
કેમ કે, આપણી પાપીલી ઈચ્છાઓ આત્માના વિરુધમાં છે અને આત્મા પાપીલી ઈચ્છાઓની વિરુધ છે કેમ કે, આ બેય દુશ્મનો છે, ઈ હાટુ તમે સદાય એવા હારા કામોને નથી કરી હકતા જે આપણે કરવા ઈચ્છીએ છયી.
હું ઈ નથી કેતો કે, મને પેલાથી જ મળી ગયુ છે, કા હું પુરેપુરો થય ગયો છું પણ કોશિશ કરીને આગળ આવું છું; જેથી ઈ મને મળી જાય જેની હાટુ મસીહ ઈસુએ મને ગમાડયો છે.
કેમ કે, આપડે પણ પેલા હમજણ વગરના અને પરમેશ્વરની આજ્ઞા નો માનનારા, અને ભરમમાં પડેલા, અને દરેક પરકારના ખરાબ કામો કરવાની ઈચ્છા રાખતા હતાં અને મોજ-મજાના ગુલામ હતા. અને એક-બીજાની હારે ઈર્ષા અને વેર રાખવામાં જીવન જીવતા હતાં, અને દરેક માણસ એક-બીજાને ધીકારતા હતા.