16 અને જે, હું નથી ઈચ્છતો ઈ જ ખરાબ કામો હું કરું છું, તો હું માનીલવ છું કે, નિયમશાસ્ત્ર હારું છે.
તો આપડે કય હકી છયી કે, નિયમશાસ્ત્ર પવિત્ર છે અને આજ્ઞા પવિત્ર, ન્યાયી અને હારી છે.
કેમ કે, આપડે જાણી છયી કે, નિયમશાસ્ત્ર તો આત્મિક છે, પણ હું માણસ છું અને હું પાપનો ગુલામ છું.
કેમ કે, હું મારા પુરા હૃદયથી તો પરમેશ્વરનાં નિયમશાસ્ત્રથી વધારે રાજી રવ છું
આપડે જાણી છયી કે, મૂસાના નિયમશાસ્ત્રને શીખવાડવું ઈ બોવ હારી વાત છે, જો એને હારી રીતે શીખવાડવામાં આવે.