Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




રોમનોને પત્ર 7:14 - કોલી નવો કરાર

14 કેમ કે, આપડે જાણી છયી કે, નિયમશાસ્ત્ર તો આત્મિક છે, પણ હું માણસ છું અને હું પાપનો ગુલામ છું.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




રોમનોને પત્ર 7:14
38 ပူးပေါင်းရင်းမြစ်များ  

પણ એણે પાછા ફરીને પિતરને કીધુ કે, “શેતાનની જેમ મને પારખવાનું બંધ કર, તું મારી હાટુ ઠોકરનું કારણ છે કેમ કે, તું પરમેશ્વરની વાતો ઉપર નય, પણ માણસોની વાતો ઉપર મન લગાડ છો.”


પણ લેણું વાળી આપવા હાટુ એની પાહે કાય નો હોવાથી, એના રાજાએ એને અને એની બાયડીને અને એના બાળકોને, એની પાહે જે કાય હતું ઈ બધુય વેસીને લેણું વાળવાનો હુકમ કરયો.


પણ હું તમને કવ છું કે, જે કોય પોતાના ભાઈ ઉપર ગુસ્સો કરે છે, તો પરમેશ્વર એનો ન્યાય કરશે, અને જે પોતાના ભાઈને “નકામો” કેહે, તો એને મોટી સભામાં અન્યાયી ઠરાવમાં આયશે, અને જે એને કેહે કે, “તું મુરખ છો,” તો એને નરકની આગમાં નાખી દેવામાં આયશે.


પણ હું તમને કવ છું, કે બાય ઉપર જે કોય ખોટી નજરથી જોય છે, એને પેલાથી જ એની હારે પોતાના મનમાં છીનાળવા કરયા છે.


ઈ જોયને સિમોન પિતરે ઈસુના પગ આગળ પડીને કીધુ કે, “ઓ પરભુ, મારી પાહેથી આઘો જા, કેમ કે, હું પાપી છું”


ઈસુ તેઓની હારે ગયો, અને ઈ એના ઘરથી થોડોક આઘો હતો, એટલામાં જમાદારે એની પાહે કેટલાક મિત્રને મોકલીને એણે કેવડાવ્યુ હે પરભુ, તુ મારા ઘરે આવ એવો હું લાયક નથી.


તો અમે શું કય હકી છયી? શું આપડે યહુદીઓ બિનયહુદીઓથી વધારે હારા છયી? નય! કોયદી નય! કેમ કે, આપડે યહુદીઓ અને ગ્રીકો બેય ઉપર આ ગુનો લગાડી સુક્યા છયી કે, ઈ બધાય પાપની તાકાતને આધીન છે


આપડે જાણી છયી કે, આપડો જુનો પાપીલો સ્વભાવ મસીહ ઈસુની હારે વધસ્થંભ ઉપર સડાવામાં આવ્યું, જેથી આપડા દેહમાં પાપીલો સ્વભાવ નાશ થય જાય, અને આપડે આગળ પાપની ગુલામીમાં નો રેયી.


કેમ કે, હું જાણુ છું કે, મારામાં એટલે કે મારો પાપીલો માનવીય સ્વભાવમાં કોય પણ હારી વસ્તુ રેતી નથી, હારા કામો કરવા હાટુ ઈચ્છા તો મારામાં છે પણ એને કરવુ મારાથી થય નથી હકતું.


ઈ આપડી હાટુ પણ હરખું જ છે, આપડે બાળકોની જેમ હતા, પરમેશ્વરને જાણતા પેલા આપડે ઈ રીવાજો અને નિયમોના ગુલામ હતા જે આ જગતમાં છે


હું પરમેશ્વરનાં બધાય લોકોમાં બધાયથી ઓછો મહત્વનો છું પણ પરમેશ્વર મારા પ્રત્યે કૃપાળુ હતા, હું બિનયહુદીઓને હારા હમાસાર બતાવી હકયો કે, મસીહ અપાર આશીર્વાદનો સ્ત્રોત છે, જે હમજ કે કલ્પનાની બારે છે.


કેમ કે, ખરેખર પરમેશ્વરનું વચન જીવતું અને બેધારી તલવારથી પણ વધારે તેજ છે. ઈ આત્મા અને જીવ, હાંધા અને માસને પણ વીંધી નાખે છે. ઈ મનની ઈચ્છા અને વિસારોને પણ પારખી લેય છે.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ